GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL
કાલોલ નગરપાલિકા દ્વારા વરસાદી પાણીના નિકાલની ગટર ઉપર બનાવેલા ઓટલા તોડી પાડવામાં આવ્યા.
તારીખ ૧૩/૧૧/૨૦૨૪
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ નગરપાલિકા દ્વારા નગરપાલિકા સામે જાહેર રસ્તા ઉપર વરસાદી પાણીના નિકાલ માટે બનાવેલી ઓપન સ્ટ્રોમ વોટર ગટર ની ઉપર ગેરકાયદેસર રીતે ઢાંકણા મારી ગટરો બંધ કરી દેતા પાણીનો નિકાલ થતો નથી તેમજ સાફ સુફી પણ થઈ શકતી નથી અને જાહેર રસ્તા ઉપર ગંદકી થાય છે અને સ્વચ્છતા સર્વેક્ષણ ૨૦૨૪ ના નિયમોનો પણ ભંગ થાય છે.તેમજ નજીકમાં આવેલ રહેણાંક વિસ્તારમાં ભારે ગંદકીનો ફેલાવો થાય છે જેને કારણે સ્થાનિક રહીશોએ નગરપાલિકા માં લેખિત અરજી કરી હતી જેના પરિણામે પાલિકા દ્વારા ગટર લાઈન ઉપર બનાવેલ ઓટલા તોડી પાડવા માટે દુકાનદારોને નોટિસ આપવામાં આવી હતી તેના પરિણામે ગતરોજ પાલિકા દ્વારા જેસીબી દ્વારા ગટર ઉપર બનાવેલા ઓટલા તોડી પાડવામાં આવ્યા હતા. જોકે કેટલાક દુકાનદારોએ સ્વૈચ્છિક રીતે પોતાના ઓટલા તોડ્યા હતા.