GANDHIDHAMGUJARATKUTCH

ગાંધીધામ તાલુકાના મોજે.મીઠીરોહર તથા મોજે.ચુડવા ખાતેની સરકારી ટ્રાવર્સ પૈકીની સરકારી જમીન પર થયેલ ગેરકાયદેસર બિનઅધિકૃત દબાણ દુર કરવા બાબત

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ  :- રમેશ મહેશ્વરી-ગાંધીધામ કચ્છ.

ગાંધીધામ,તા-22 એપ્રિલ  : તા.૧૯ મી એપ્રિલ ૨૦૨૫ ના રોજ અત્રેથી આઈડેન્ટીફાય કરવામાં આવેલ દબાણો પૈકી શ્રી હનીફ ઇબ્રાહીમ સંઘાર રહે. મીઠીરોહર તા.ગાંધીધામ-કચ્છ દ્વારા મોજે.મીઠીરોહર તા.ગાંધીધામ-કચ્છના ટ્રા.સ.નં. ૫૭૩ પૈકીની જમીન ૧૫૦૦ ચો.મી.માં પાકી ઓરડીયો, વરંડો તથા પાકો શેડ બનાવી ફરતે દિવાલ કરી અનધિકૃત રીતે બાંધકામ કરેલ. તથા શ્રી જુશા કોરેજા, રહે.ચુડવા (વાંઢ),તા.ગાંધીધામ-કચ્છ દ્વારા મોજે.ચુડવા તા.ગાંધીધામ-કચ્છના ટ્રા.સ.નં. ૨૪૩ પૈકીની એ.૫૦.૦૦.ગું. જેટલી જમીન ઉપર કબજો કરી તે જમીન ઉપર ઓરડી બનાવી વાવેતર કરી બિનધિકૃત દબાણ કરેલ. જે ગેરકાયદેસર બિનઅધિકૃત ખેતી વિષયક તેમજ કોમર્શીયલ દબાણો આજરોજ તા.૧૯/૪/૨૦૨૫ ના રોજ મે.શ્રી જિલ્લા કલેકટર સાહેબ, મે.શ્રી નિવાસી અધિક કલેકટર સાહેબ તથા પ્રાંત અધિકારીશ્રી, અંજારના માર્ગદર્શન હેઠળ તેમજ મામલતદાર ગાંધીધામની ટીમ તથા પોલીસ ખાતાના સહયોગથી સદરહું ખેતી વિષયક તથા કોમર્શીયલ દબાણો દુર કરવામાં આવેલ. આ કામગીરી બાદ કુલ અંદાજીત ૨૦૩૮૫૦ ચો.મી. જમીન જેની જંત્રી મુજબની અંદાજીત કીંમત રૂા.૬, ૭૪,૮૨,૦૦૦/- અંકે રૂપીયા છ કરોડ ચુમોત્તેર લાખ બ્યાસી હજાર પુરા થાય છે તે જમીન દબાણ મુકત કરી ખાલી કરાવવામાં આવી.સરકારી જમીન પર કરવામાં આવેલ કુલ-૭૪ દબાણો દૂર કરી, અંદાજિત કુલ ૩૭૮૨ ચો.મી. જમીન જેની અંદાજે કિંમત જંત્રી મુજબ રૂ.૨,૪૯,૬૧,૨૦૦/- (અંકે બે કરોડ ઓગણ પચાસ લાખ એકસઢ હજાર બસો પુરા) ની કિંમતી સરકારી જમીન દબાણ મુક્ત કરાવવામાં આવેલ છે તેવુ પ્રાંત અધિકારીશ્રી,મુંદરા -(કચ્છ)ની યાદીમાં જણાવવામાં આવ્યુ.

Back to top button
error: Content is protected !!