GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL
કાલોલના શામળદેવી અને હિંમતપુરા વચ્ચે રોડ ની સાઈડ માં કાર પલટી જતા ઇજાગ્રસ્ત ને રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડાયા.
તારીખ ૧૯/૧૦/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
ગોધરા વડોદરા હાઇવે ઉપર આવેલ શામળદેવી અને હિંમતપુરા વચ્ચે કાર ચાલકે સ્ટેરિંગ ઉપર નો કાબુ ગુમાવતા રોડ ની સાઈડ માં કાર પલટી જતા કારમાં સવાર લોકો ઇજાગ્રસ્ત પ્રાપ્ત મળતી માહિતી મુજબ સુરત થી રાજસ્થાન તરફ જતી કાર જેનો રજીસ્ટ્રેશન નં GJ-19-BA-4145 ના ચાલક સુરત થી રાજસ્થાન જવા નીકળ્યો હતો અને શામળદેવી અને હિંમતપુરા વચ્ચે કાર ચાલક એ સ્ટેરિંગ ઉપર નો કાબુ ગુમાવતા રોડ ની સાઈડ માં કાર પલટી મારી હતી જેમાં રાજ્સ્થાન રાજ્યના લોકો સવાર હતા જેમાં બાળક ને પગ ના ભાગે ઈજાઓ થતા કાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.