ARAVALLIGUJARATMEGHRAJMODASA

રેલ્લાવાડામાં ગલ્લાઓ હટાવી દબાણ દૂર કરવાનો મામલો ઉચ્ચ કક્ષાએ પહોંચ્યો – 100 થી વધુ ગલ્લાઓ ની રોજી રોટી છીનવાશે..!!! ગલ્લાધારકો એ પણ અન્ય જગ્યાએ તેમજ વિવિધ દબાણ દૂર કરવા ઉચ્ચ કક્ષાએ રજુઆત કરી 

અરવલ્લી

અહેવાલ : હિતેન્દ્ર પટેલ

રેલ્લાવાડામાં ગલ્લાઓ હટાવી દબાણ દૂર કરવાનો મામલો ઉચ્ચ કક્ષાએ પહોંચ્યો – 100 થી વધુ ગલ્લાઓ ની રોજી રોટી છીનવાશે..!!! ગલ્લાધારકો એ પણ અન્ય જગ્યાએ તેમજ વિવિધ દબાણ દૂર કરવા ઉચ્ચ કક્ષાએ રજુઆત કરી

રેલ્લાવાડા ખાતે આવેલ 100 જેટલા ગલ્લાઓ છેલ્લા 30 વર્ષથી ચાલી રહ્યા છે અને ગલ્લા ધારક વેપારીઓ વેપાર કરી રહ્યા છે સાથે ગ્રામપંચાયત ધ્વારા નક્કી કરવામા આવેલ વેરો ગલ્લાઓ ના વેપારીઓ નિયત મુજબ સમય અંતરે ભરી દેતા હોય છે. પરંતુ જે પ્રકારે ગલ્લા હટાવી દબાણ દૂર કરવા માટે જાગૃત નાગરિક ધ્વારા અરજી કરવામાં આવેલ હતી જેને લઇ ગલ્લા ધારકોને ગ્રામ પંચાયત ધ્વારા નોટિસ પાઠવવામાં આવી છે અને ગલ્લારૂપિ દબાણ દૂર કરવા જણાવેલ છે પરંતુ આ બાબતો ને લઇ ગલ્લા ધારકોની પોતાની રોજગારી છીનવાઈ જશે. સાથે જણાવેલ કે છેલ્લા 30 વર્ષથી ગલ્લાઓ કોઈને નડતર રૂપ નથી પરંતુ આ એક કાવતરાના ભાગ રૂપે નાના વેપારીઓ ને દૂર કરી તે જગ્યા પોતાના સ્વાર્થ માટે ઉપયોગના લેશે તેવા આક્ષેપો કરી ઉચ્ચ કક્ષાએ લેખિત રજૂઆત કરાઈ.

સાથે બીજી તરફ અરજીમાં એ પણ જણાવ્યું હતું કે રેલાવાડા સર્વે નંબર 01 છે જેનું ક્ષેત્રફળ 10 – 51 – 59 સરકારી પડતરહેડે દાખલ છે અને વિશાળ પ્રમાણમાં જગ્યા આવેલી છે .પરંતુ જે પ્રકારે નાના ગલ્લાઓ ધ્વારા વેપાર કરી પોતાનું ઘરનું ગુજરાન ચલાવતા વેપારીઓની રોજીરોટી છીનવાઈ જશે તેનું શું..? સાથે ગ્રામપંચાયત ધ્વારા ગલ્લાઓ દૂર કરવા બાબતે જે નોટિસ આપવામા આવી છે તેની સામે હવે ગલ્લા ધારકો પણ લડી લેવાના મૂડમાં છે અને હવે ગ્રામપંચાયત રેલ્લાવાડા વિસ્તાર માં વિવિધ જગ્યાએ થયેલ દબાણ અને નડતર રૂપ દબાણ જે પણ હોય તે દબાણ દૂર કરવામાં આવે તેની સાથે જિલ્લા વિકાસ અધિકારી,TDO, ગ્રામપંચાય સહિત ઉચ્ચ કક્ષાએ લેખિત રજૂઆત કરતા હવે રેલ્લાવાડા વિસ્તારમાં ગ્રામ પંચાયતમાં દબાણનો મુદ્દો ચર્ચામાં જોવા મળી રહ્યો છે.બીજી તરફ અરજીમાં જણાવ્યા મુજબ રેલ્લાવાડા ગ્રામપંચાય માં સરપંચ નો વહીવટ પોતે મહિલા સરપંચ નો પતિ કરે છે તેવા આક્ષેપ છે. રેલ્લાવાડા ગ્રામ પંચાયત ના સરપંચ મંજુલાબેન રૂપાભાઈ રાઠોડ છે અને તેમના પતિ ગ્રામપંચાયતમાં હાજર રહી નોટિસનો લેખિત જવાબ સ્વીકાર્યો હતો ત્યારે ગ્રામપંચાયતમાં પતિ પ્રથા ચાલતી હોવાના પણ આક્ષેપો છે.ત્યારે રેલ્લાવાડા વિસ્તારમાં આવેલ ગલ્લાઓ નું દબાણ દૂર થશે કે પછી ગામનું પણ દબાણ દૂર થશે તેના પર અનેક સવાલો ઊભા થયા છે

Back to top button
error: Content is protected !!