નેત્રંગ તાલુકાના શણકોઈ ગામની આશ્રમ ફળીયા સ્થિત પ્રાથમિક શાળા ખાતે શાળા પ્રવેશોત્સવ યોજાયો

બ્રિજેશકુમાર પટેલ,ભરૂચ
માનનીય નાયબ જિલ્લા વિકાસ અધિકારી ચંદ્રેશભાઇ રાઠવા સાહેબ ના કરકમલ હસ્તે આંગણવાડી મા ૧ દીકરી બાલવાટિકા મા ૧૨ બાળકો ધોરણ ૧ મા ૯ બાળકો ને કુમકુમ તિલક કરી મો મીઠુ કરાવી શાળા પ્રવેશ કરાવવામાં આવ્યો સૌ પ્રથમ આવેલ મહેમાનો નુ શાળા ની બાલા ઓ એ કુમકુમ તિલક કરી સ્વાગત કર્યુ હતુ પછી સર્વધર્મ પ્રાર્થના કરી આવેલા મહેમાનો ના હસ્તે દીપ પ્રગટાવી કાર્યક્રમ ની શરૂઆત કરવામાં આવી નાયબ જિલ્લા વિકાસ અધિકારી ચંદ્રેશભાઇ રાઠવા સાહેબ દ્વારા બાળકો ને કુમકુમ તિલક કરી પ્રવેશ કરાવવામાં આવ્યો આજના કાર્યક્રમ મા નામદાર રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવતી પરીક્ષાઓ CET.NMMS.PSE.જ્ઞાનસાધના મા શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર બાળકો નુ આવનારા અધિકારી તેમજ SMC અધ્યક્ષ ડે.સરપંચ તેમજ મનુદાસ બાપુ ના હસ્તે પારિતોષિક આપી સન્માન કરવામાં આવ્યુ આવનાર અધિકારી દ્વારા ઉપસ્થિત બાળકો માતા બહેનો અને વાલી ઓ ને પ્રસંગ ને અનુરૂપ વક્તવ્ય આપી આવનારા સમયમાં શિક્ષણ નુ ટેક્નોલોજી નુ મહત્ત્વ સમજાવ્યું ત્યારબાદ વૃક્ષારોપણ કરી શાળા ના સ્માર્ટકલાસ નુ નિરીક્ષણ કર્યું અને SMC તેમજ ઉપસ્થિત વાલી ઓ ની મીટિંગ લય સ્પર્શતા પ્રશ્નો ની ચર્ચા કરી આજના કાર્યક્રમ મા ઉપસ્થિત મોટી સંખ્યામાં માતા બહેનો અને વાલીઓ હતા એનાથી અધિકારી ખુબ ખુશ થયા આજના પ્રસંગે કલ્યાણધામ રામદેવપીર મંદિર ના મહંત મનુદાસ બાપુ તરફથી તમામ બાળકો ને તિથિભોજન દાળ ભાત શાક અને લાપસી નુ ભોજન કરાવવામાં આવ્યું હતું બાલવાટિકા મા પ્રવેશ મેળવનારા તમામ બાળકો ને મનુદાસ બાપુ તરફથી દફ્તર પણ આપવામાં આવ્યા હતા સમગ્ર કાર્યક્રમ નુ સંચાલન શાળા ની દીકરી અર્પિતાબેને કર્યુ હતુ પછી ઉપસ્થિત રહેલા મહેમાનો વાલીઓ નો આભાર શાળા ના શિક્ષિકા બેન ખુશ્બુબેન દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો હતો સમગ્ર કાર્યક્રમ ખુબ સુંદર રહ્યો હતો



