GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL
		
	
	
કાલોલ દિવાન વાડીમાં પાણીની ટાંકી પાસે બનાવેલ સંપ ધરાશાયી થયો..

તારીખ ૧૭/૦૬/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
સોમવારે સાંજે ભારે વિજળીના કડાકાભડાકા અને પવન સાથે વરસતા વરસાદની વચ્ચે કાલોલ નગરપાલિકા દ્વારા દિવાનવાડી માં બનાવેલ પાણીની ટાંકીની બાજુનો સંપ અચાનક ધરાશાયી થઈ જતા ભારે તર્ક વિતર્ક સર્જાયા છે. દિવાન વાડીમાં ૨૦૨૨ મા નવી પાણીની ટાંકી બનાવી છે અને પાણીની ટાંકી પાસે સંપ બનાવવામાં આવ્યો નથી તે હકીકત જાણવા મળી રહી છે. પાણીનો સંપ ધરાશાયી થવાને કારણે નગરમાં પીવાના પાણીની કટોકટી સર્જાય તેવી શક્યતા જોવાઈ રહી છે ત્યારે તકલાદી કામને કારણે કાલોલ નગરપાલિકા નો સંપ બેસી ગયો હોવાનુ જાણવા મળેલ છે. હાલ કાલોલ નગરપાલિકા દ્વારા ટેન્કર દ્વારા પાણી પહોંચાડવા ની કામગીરી શરૂ કરાઈ હોવાનું જાણવા મળ્યું છે.
				




