પાવાગઢ-જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ તેમજ શક્તિપીઠ 8 નવેમ્બરના રોજ બપોર બાદ બંધ રહેશે,જાણો ક્યારે ખુલશે

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૭.૧૧.૨૦૨૪
પંચમહાલ જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ તેમજ શક્તિપીઠ પાવાગઢ ડુંગર પર બિરાજમાન જગતજનની માં કાલીકા ના માઇ ભક્તો માટે 8 નવેમ્બર શુક્રવાર ના રોજ બપોર બાદ એટલે કે બપોર ના ચાર વાગ્યા થી શનિવાર ના રોજ સવારે છ વાગ્યા સુધી દર્શન બંધ રહેશે.યાત્રાધામ પાવાગઢ ખાતે મહાકાળી માતાજીના નિજ મંદિર માં ગત 27/10/ 2024 ની મોડીરાત્રે મંદિર પરિષદમાં અભેદ સુરક્ષા વ્યવસ્થા હોવા છતાં ચોરે મંદિરમાં ઘૂસીને શ્રી મહાકાળી માતાજીના સોનાના 6 હાર અને સોનાનો ઢોળ ચઢાવેલ બે મુગટ રૂપિયા 78 લાખ ની માતબાર રકમ ના શૃંગાર, આભૂષણો ની ચોરી થઇ હતી. જે ચોરી ને ભેદ ગણતરીના દિવસોમાં ઉકેલી ચોરાયેલા મુદ્દામાલ સાથે ચોર ને ઝડપી પાડવામાં સફળતા લાભ પાંચમ ના દિવસે મળી હતી.ચોર માતાજીના મંદિરના ગર્ભગૃહમાં પ્રવેશી માતાજીના આભૂષણ ની ચોરી કરતા મંદિરના ગર્ભગૃહ અને તેમાં રહેલી માતાજીની પાદુકા,ત્રિશૂળ સહિત પૂજાની સામગ્રીનું શાસ્ત્રોક્ત વિધિ વિધાન મુજબ શુદ્ધિકરણ કરવાના હેતુ થી 8 નવેમ્બર શુક્રવાર ના રોજ બપોર ના ચાર વાગ્યા થી શનિવાર ના રોજ સવારે છ વાગ્યા સુધી ભક્તો માટે માતાજીના દર્શન બંધ રાખવામાં આવનાર હોવાને લઇ યાત્રિકો તેમજ માતાજીના ભક્તો ને તકલીફ ના પડે તેવા આશય સાથે શ્રી કાલિકા મંદિર ટ્રસ્ટ પાવાગઢ દ્વારા અગત્યની જાહેરાત એક અખબારી યાદી દ્વારા કરવામાં આવી છે.એટલે શુક્રવરે બપોર બાદ અને શનિવારની વહેલી સવાર ના છ વાગ્યા સુધી મંદિર બંધ રહેશે.






