તા.૧૦.૧૦.૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:લાયન્સ ક્લબ ઓફ દાહોદ સિટીને ઉત્કૃષ્ટ કામગીરી માટે એમિનેન્સ એવોર્ડ આપવામાં આવ્યો
લાયન્સ ક્લબ્સ ઇન્ટરનેશનલ ડિસ્ટ્રિક્ટ 3232 F1 દીપ સન્માન એમિનેન્સ એવોર્ડ સમારોહ એફજીઆઈ ઓડિટોરિયમ વડોદરા મુકામે તારીખ 5 10 2025 ના રોજ એવોર્ડ ચેરપર્સન લાયન કલ્પના કડકિયા ના અધ્યક્ષ સ્થાને યોજાયો આ સમારોહના ઉદ્ઘાટક ડિસ્ટ્રિક્ટ ગવર્નર લા દીપક સુરાના ,ચીફ ગેસ્ટ ઇન્ટરનેશનલ ડાયરેક્ટ લા રમેશ પ્રજાપતિ, અતિથિ વિશેષ વડોદરા શહેર ભાજપા પ્રમુખ ડો જયપ્રકાશ સોની જોન ચેરમેન લા સુરેશ ભૂરા ઉપસ્થિત રહ્યા હતા .જેમાં જુલાઈથી સપ્ટેમ્બર મહિના સુધી ઉત્કૃષ્ટ કામગીરી કરનાર કલબને એમિનેન્સ એવોર્ડ થી સન્માનિત કરવામાં આવી.જેમાં રીજીયન સાત અને જોન બે માં આવેલી લાયન્સ ક્લબ ઓફ દાહોદ સીટીને ઉત્તમ કામગીરી માટે એમીનેન્સ એવોર્ડ દાહોદ સીટી ક્લબના પ્રમુખ લાયન કમલેશ લીમ્બાચીયા અને ઉપપ્રમુખ લાયન અનિલ અગ્રવાલ ને મહાનુભવોના હસ્તે એવોર્ડ અર્પણ કરવામાં આવ્યો.જેમાં ખૂબ મોટી સંખ્યામાં વિવિધ ક્લબના પ્રમુખ, મંત્રી તેમજ લાયન કેબિનેટ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. સિટીના મંત્રી લાયન યુસુફી કાપડિયા અને ખજાનચી લા રાધેશ્યામ શર્મા તેમજ અન્ય હોદ્દેદારો અને લાયન્સ સભ્યએ પ્રમુખ લાયન કમલેશ લીમ્બાચીયા સીટી ક્લબને એવોર્ડ મેળવવા બદલ અભિનંદન પાઠવ્યા હતા