
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
ડાંગ જિલ્લાનાં સાપુતારાથી વઘઇને જોડતા આંતરરાજય ધોરીમાર્ગનાં બારીપાડા ગામ નજીક વેન્યુ કાર ભેખડ સાથે ભટકાઈને ખાડામાં ખાબકતા અકસ્માત સર્જાયો..
પ્રાપ્ત વિગતો અનુસાર ગતરોજ મોડી રાત્રીનાં અરસામાં સુરત તરફથી મહારાષ્ટ્રનાં નાસિક તરફ જઈ રહેલ વેન્યુ કાર.ન.એમ.એચ.15.જે.ડી.2461 જે સાપુતારાથી વઘઇને જોડતા આંતર રાજય ધોરીમાર્ગનાં બારીપાડા ગામ નજીકનાં વળાંકમાં ચાલકે સ્ટેયરીંગ પરનો કાબૂ ગુમાવી દેતા આ કાર ભેખડ સાથે ભટકાઈને માર્ગની સાઈડનાં ખાડામાં ખાબકતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતનાં બનાવમાં વેન્યુ કારને જંગી નુકસાન થયુ હતુ. જ્યારે વેન્યુ કારમાં માત્ર ચાલક જ હોય જેને નાની મોટી ઈજાઓ પોહચી હોવાની વિગતો સાંપડેલ છે..





