તા.૧૯.૦૯.૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદના નવજીવન મિલ તૈયબી સોસાયટીના રહેણાક મકાનના તાળા તૂટ્યા.એ ડીવીજન પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી
આજરોજ બુધવાર ૮ કલજે પોલીસ સૂત્રો દ્વારા જાણવાં મળ્યું કે દાહોદની નવજીવન મિલ નજીક તૈયબી સોસાયટીમા સ્થિત એક રહેણાક મકામા કોઈ અજાણ્યા ચોર ઈસમો દ્વારા મકાનના દરવાજાનું નકુચો તોડી મકાનમા પ્રવેશ કરી.ઘરમા ચોરી કરી ફરાર થયા.મળતી માહિતી પ્રમાણે વાત કરીયેતો મકાન માલીક અબુજર અબ્બાસ ભાઈ બારીયા વાલા જે એમની ધર્મ પત્ની સાથે અમદાવાદ ગયા હતા.ત્યારે એમના પાડોશીએ ફોન કરી કહ્યું કે તમારા મકાનનું દરવાજો ખુલ્લો છે.અને મકાનની લાઈટો ચાલુ છે.ત્યારે અબુજર ભાઈ બારીયા વાલાએ સ્થાનિક કાઉન્સિલર કાઈદ ભાઈ ચુનાવાલાનું ટેલિફોનીલ સંપર્ક કરી મકાન પર જવાનું કહ્યું. ત્યારે કાઉન્સિલર કાઈદ ભાઈ ચુનાવાલા તાત્કાલિક મકાન પર જઈ તપાસ કરતા મકાનમા ચોરી થઈ હોવાનું અબુજર ભાઈ બારીયાવાલાને કેહતા તેઓ ચિંતામા મુકાયા હતા.અને કાઉન્સિલર કાઈદ ભાઈ ચુનાવાલાએ દાહોદ એ ડીવીજન પોલીસને જાણ કરતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોચિ તપાસ કરતા મકાનમા અજાણયા ચોર ઈસમોએ સોના ચાંદીનાની કુલ રકમ રૂ ૬.૬૯.૦૦૦ ચોરી કરી ફરાર થતા.પોલીસે અજાણયા ચોર ઈસમો વિરુદ્ધ ચોરીનો ગુનો નોંધી કાયદેશરની કાર્યવાહી કરવામાં આવી હોવાનું જાણવાં મળેલ છે