GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલ શહેરના બજારોમાં દશામાની મૂર્તિ ખરીદવા માટે માઈ ભક્તોની ભારે ભીડ જોવા મળી.

 

તારીખ ૦૪/૦૮/૨૦૨૪

સાજીદ વાઘેલા કાલોલ 

કાલોલ પંથકમાં દશામા ના વ્રતની ભક્તો દ્વારા પૂરજોશમાં તૈયારી કરવામાં આવી રહી છે ત્યારે દશામાના ભક્તો કાલે અષાઢ વદ અમાસ અને દિવાસાનો તહેવારની સાથે રવિવાર ના દિવસ થી દશામાના વ્રતનો પ્રારંભ થાય છે ત્યારે બહેનો અને પુરુષો દ્વારા દશામાના મૂર્તિની ખરીદી માટે આજે કાલોલ નગરના બજારોમાં ભીડ ઉમટી પડ્યા હતા ત્યારે આનંદ અને ઉલ્લાસ સાથે આ વ્રતની ઉજવણી ભક્તો દ્વારા કરવામાં આવે છે દસ દિવસના ઉપવાસ કરી દસમા દિવસે જાગરણ કરી દશામાની મૂર્તિ ને નદી અથવા પાણીમાં વિસર્જિત કરવામાં આવે છે આ વ્રત કરવાથી ભક્તોની સર્વ મનોકામના પૂર્ણ થાય છે અને દશામાં વ્રત કરનારની દશા સુધારે છે અને ખૂબ પ્રગતિ થાય વિકાસ થાય કુટુંબમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ જળવાઈ રહે તે માટે આ વ્રત ભક્તો દ્વારા હર્ષુ ઉલ્લાસ દ્વારા દસ દિવસ કરવામાં આવે છે મૂર્તિનું કાલે સ્થાપન થશે અને દસ દિવસ પૂજા કરવામાં આવશે સાંજ સવાર આરતી પૂજા સાથે માની આરાધના કરવામાં આવે છે આ વ્રતમાં લોકોને અતુલ શ્રદ્ધા અને વિશ્વાસ જોવા મળ્યો હતો.

Back to top button
error: Content is protected !!