BANASKANTHAGUJARATLAKHANI

લાખણી તાલુકા ડેરા ગામ ના મંત્રી એ આર્મી જવાન ને નાલાયક કહેતા મામલો ઉગ્ર બન્યો

નારણ ગોહિલ લાખણી

લાખણી તાલુકાના ડેરા ગામની દૂધ ઉત્પાદક મંડળીના મંત્રી આયદાન ચૌધરી સામે BSFના જવાન સાથે મોબાઇલ પર અભદ્ર ભાષામાં વર્તન કર્યાના ગંભીર આક્ષેપો સામે આવ્યા આ મામલે ગામના લોકો તથા પીડિત પરિવારજનો દ્વારા દિયોદર પોલીસ મથકે લેખિત રજૂઆત કરવામાં આવી પ્રાપ્ત વિગતો મુજબ ડેરા ગામના દૂધ ઉત્પાદક ગ્રાહક એવા BSF જવાને પશુઆહારના હિસાબમાં ખોટા બિલ અને દૂધના પગારમાંથી ગેરરીતે કપાત થતી હોવાની શંકા ઉઠાવી હતી. આ બાબતે જવાને મોબાઇલ ફોન દ્વારા મંડળીના મંત્રી સાથે વાતચીત કરી હતી. વાતચીત દરમિયાન મંત્રીએ તોછડાઈભર્યું અને અભદ્ર ભાષામાં વર્તન કર્યું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો આ સમગ્ર ઘટનાની ટેલિફોનિક ઓડિયો ક્લિપ સામે આવતાં મામલો વધુ ગંભીર બન્યો ઓડિયો ક્લિપમાં મંત્રી દ્વારા અપમાનજનક શબ્દપ્રયોગ અને અયોગ્ય વર્તન થયાનું સાંભળવા મળતું હોવાનું જણાવવામાં આવ્યું ઘટનાને પગલે ડેરા ગામના લોકો તથા દૂધ ઉત્પાદકોએ દિયોદર પોલીસ મથકે પહોંચીને ન્યાયની માંગ સાથે લેખિત અરજી કરી અને દૂધ ઉત્પાદક મંડળીના મંત્રી સામે યોગ્ય કાયદેસર કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે પોલીસ દ્વારા અરજી સ્વીકારી આગળની તપાસ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળે છે.

Back to top button
error: Content is protected !!