ARAVALLIGUJARATMODASA

અરવલ્લી જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિની બેઠક કલેક્ટર પ્રશસ્તિ પરિકના અધ્યક્ષસ્થાને યોજાઈ

અરવલ્લી

અહેવાલ :હિતેન્દ્ર પટેલ

અરવલ્લી જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિની બેઠક કલેક્ટર પ્રશસ્તિ પરિકના અધ્યક્ષસ્થાને યોજાઈ

અરવલ્લી જિલ્લામાં ૬૬૪ ગામના ૨ લાખ ૮૦ હજારથી વધુ ઘરોમાં પહોંચ્યું પાણી

“જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિ”ની બેઠક કલેક્ટર પ્રશસ્તિ પરિકની અધ્યક્ષતામાં યોજાઈ હતી. આ બેઠકમાં કલેક્ટર એ વાસ્મો દ્વારા કરવામાં આવી રહેલા પાણી પુરવઠા યોજનાના કાર્યોનો પ્રગતિ અહેવાલ મેળવીને સમીક્ષા કરી હતી. ઉપરાંત ગ્રામ્ય સ્તરે પાણી વેરા વસુલાતની પણ વિગતો મેળવી જરૂરી આદેશો કર્યા હતા.

વધુમાં ‘નલ જલ મિત્ર’ કાર્યક્રમના અમલીકરણ માટે જરૂરી ચર્ચા કરવામાં આવી હતી. આ કાર્યક્રમ અંતર્ગત ૨ વર્ષથી વધુ સમયથી પાણી પુરવઠાની કામગીરીમાં સંકળાયેલ લોકોને ITI ખાતે તાલીમ અપાવવાની કામગીરી કરવામાં આવશે. આ અંતર્ગત જિલ્લામાં કુલ ૪૮૧ નલ જલ મિત્રો નોંધાયા છે.

આ ઉપરાંત જિલ્લામાં ચાલી રહેલી PACS અને SSG ની તાલીમ અને MOU અંગે પણ ચર્ચા કરવામાં આવી. આ ઉપરાંત ગ્રામપંચાયતોને સરકાર દ્વારા સારી કામગીરી બદલ અપાતી પ્રોત્સાહક રકમનો પ્રચાર કરી ગ્રામપંચાયતો સુધી તેની માહિતી પહોંચાડવા અંગે પણ ચર્ચા કરવામાં આવી. જિલ્લામાં ચાલી રહેલી વેસ્ટ મેનેજમેન્ટ, જળસંચય, રેઇન વોટર હાર્વેસ્ટિંગ જેવા પ્રોજેક્ટ અંગે પણ ચર્ચા કરવામાં આવી. તો જિલ્લાની દરેક શાળાઓ અને આરોગ્ય સેન્ટર પર પણ રેઇન વોટર હાર્વેસ્ટિંગ કરવા ચર્ચા કરવામાં આવી.આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી દિપેશ કેડિયા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક રાજેશ કુચારા સહિત જલ સમિતિના સદસ્ય ઓ અને સંબંધિત અધિકારી ઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

Back to top button
error: Content is protected !!