કાલોલમાં સતત ત્રણ સપ્તાહ થી સીનેમા ઘરમાં ચાલતી લાલો ફિલ્મે ધૂમ મચાવી.લાલો ફિલ્મના દર્શકો ગરબા તાલે જુમી ઉઠ્યા.

તારીખ ૨૪/૧૧/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
લાલો ફિલ્મ સમગ્ર ગુજરાતમાં ખૂબ જ ધૂમ મચાવી રહી છે ભગવાનનું અસ્તિત્વ રજુ હાજરાહજૂર છે અને કૃષ્ણ સદા સહાયતે છે એનો બોધપાઠ આ પિક્ચરમાં વર્ણવામાં આવ્યો છે ખૂબ જ ઓછા બજેટમાં તને પિક્ચર બનાવતા બનાવતા ખૂબ જ ફાઇનાન્સિયલ તકલીફો વચ્ચે આ નિર્માતા અને કલાકારોએ ખૂબ જ ખંત તને મહેનતથી આ ફિલ્મ બનાવી છે અત્યારે આ ફિલ્મ 50 કરોડને પાર થઈ ચૂકી છે અને હજુ 100 કરોડ ઉપર જવાની શક્યતા છે પંચમહાલ કાલોલ વિજય ટોકીઝમાં સતત ત્રણ સપ્તાહ થી ધૂમ મચાવનાર. લાલો.આ ફિલ્મ દર્શકો ના મન ડોલાવી રહ્યું છે સહ પરિવાર સાથે આ ફિલ્મને લોકો માની રહ્યા છે અને દ્વારકાના નાથ રાજા રણછોડ ને યાદ કરી આ ફિલ્મને પૂજા કરતા હોય તે રીતે દર્શકો જોઈ રહ્યા છે ચાલુ પિક્ચરમાં અને અંતમાં દ્વારકાનો નાથ મારો રાજા રણછોડ છે એ ગીત પર માતા બહેનો અને પુરુષો ગરબા અને તાલીઓ વગાડી નૃત્ય કરી લાલા પિક્ચરમાં તરબોળ થતા જોવા મળ્યા છે વિજય ટોકીઝમાં પણ આવા જ દ્રશ્યો જોવા મળ્યા હતા લોકો ગરબા ગાય છે અને જુમી ઊઠે છે દર્શકોમાં સ્ત્રીઓ અને બાળકોની સંખ્યા વધારે પ્રમાણમાં જોવા મળતી હતી પરિવાર પોતાના બાળકોને લાલો પિક્ચર બતાવી સારા સંસ્કારનું સિંચન પણ કરી રહ્યા છે અને બાળકો યુવાનીમાં ખોટા માર્ગે ન વળે અને ભગવાનમાં અતૂટ શ્રદ્ધા ધરાવે તે આશાએ પરિવારો આ ફિલ્મને ખૂબ જ ઉત્સાહ અને ભક્તિથી આ ફિલ્મને જોઈ રહ્યા છે ખરેખર ગુજરાતી ફિલ્મોમાં ઘણા વર્ષો પછી આવી એક સંસ્કારોનું સિંચન કરવાની અને સારા માર્ગ પર જવાની પ્રેરણા આપતી આ લાલો ફિલ્મ વધુમાં વધુ લોકો જોવે અને સકારાત્મક ઉર્જા પ્રાપ્ત કરે અને કાળીયા ઠાકરના માર્ગ પર સત્ય થી ચાલે એવું કૃષ્ણ ભગવાન નો સંદેશ હોય તેવું લાગી રહ્યું છે.





