ઈડરની નેત્રામલી પંચાયત સતત ચાર ટર્મથી સમરસ પંચાયત બનતા ગ્રામજનોમાં ખુશીનો માહોલ

ઈડરની નેત્રામલી પંચાયત સતત ચાર ટર્મથી સમરસ પંચાયત બનતા ગ્રામજનોમાં ખુશીનો માહોલ
સાબરકાંઠા જીલ્લાના ઈડર તાલુકાની એવોર્ડ વિજેતા પંચાયય એટલે નેત્રામલી પંચાયત જે છેલ્લા ચાર ટર્મથી સમરસ બનતી આવી છે ત્યારે આ વખતે પણ સરપંચ નિલેશ પટેલની આગેવાનીમાં નેત્રામલી સમરસ પંચાયત બની છે જેને લઈને સમસ્ત ગ્રામજનોમાં ખુશીનો માહોલ જોવા મળી છે
નેત્રામલી ગામની જો વાત કરીએ તો આ ગામે ભૂતકાળમાં શ્રેષ્ઠ ગામ તરીકેનો રાષ્ટ્રીય એવોર્ડથી સન્માનિત કરવામાં આવી હતી ત્યારે ગામના સરપંચ પદે યથાવત છે એવા નિલેશભાઈ પટેલ અને તેમના ધર્મ પત્ની પદમાબેન પટેલ પણ પૂર્વ સરપંચ પદે રહેલા છે આ પતિ,પત્ની બંને બે ટર્મ સુધી નેત્રામલી ગ્રૃપ ગ્રામપંચાયતના સરપંચ પદે રહીને ખૂબ સેવા કરીને દરેક સમાજના કામો કર્યા છે ત્યારે તેમણે કરેલાં કામોથી આજે નેત્રામલી ગ્રામ પંચાયતને રાજ્ય થી લઈને રાષ્ટ્રીય એવોર્ડ મળ્યા છે એટલે કહી શકાય કે નેત્રામલી એવોર્ડ વિજેતા પંચાયત છે ત્યારે સરપંચ નિલેશભાઈ પટેલ અને તેમના ધર્મ પત્ની પદમાબેન પટેલના નેતૃત્વમાં નેત્રામલી ગામમાં થયેલી સુંદર કામગીરીને લઈને ગ્રામજનોમાં ખૂબ ઉત્સાહ જોવા મળે છે ત્યારે આ વર્ષે પણ નેત્રામલી પંચાયત સમરસ પંચાયત બની ગ્રામજનોએ એકતાનું પ્રતીક પૂરું પાડ્યું છે જ્યારે પંચાયત હેઠળ થયેલા કામોની વાત કરીયે તો ગામના રસ્તાઓ જ્યાં તમામ રસ્તાઓ પાકા બનેલા છે ગામના મુખ્ય રસ્તાઓ પર સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે જેથી કરીને ગામમાં કોઈ ચોરી જેવા અનિચ્છનીય બનાવો ન બને સફાઈ,લાઈટ અને પાણીની સમસ્યા હોય આ તમામ પ્રકારની કામગીરી આ સરપંચ દંપતિએ કરેલી છે વધુમાં જો વાત કરવામાં આવે તો નિલેશભાઈએ પોતાના ઘરના નાણાં ખર્ચીને પણ ગામના કોઈપણ સમાજમાં થતાં નાનાં મોટાં કાર્યો, પ્રસંગો તેમણે કોઈ પણ લોભ લાલચ રાખ્યાં વિના કર્યા છે અને ગામના તમામ સમાજમાં નિલેશભાઈ પટેલ એ સર્વ સ્વીકૃત બન્યા છે ત્યારે તેઓ આગામી સમયમાં સક્રિય રાજકારણમાં આવીને લોકો માટે સેવાકીય કાર્યૉ કરે તેવું લોકો ઈચ્છી રહ્યા છે.
જયંતિ પરમાર સાબરકાંઠા



