GUJARATHALOLPANCHMAHAL

હાલોલ-માસ્ટર બ્લાસ્ટર ક્રિકેટર સચિન તેંડુલકરના જબરા ફેન, જન્મદિવસ પર ગંગાજળની ભેટ આપવા 1587 કિલોમીટરની હરિદ્વારથી મુંબઈ સુધીના પદયાત્રા આરંભી

 

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ

તા.૯.૪.૨૦૨૫

ફિલ્મ જગતની હસ્તી હોય કે પછી ક્રિકેટ જગતની તેમના ચાહકોની સંખ્યા લાખો કરોડોમાં હોય છે.ક્રિકેટ જગતમાં જેમને ભગવાન માનવામાં આવે છે તેવા સચિન તેંડુલકરના એક ચાહક જસવીર સિંહ તેમને મળવા માટે અને 24 એપ્રિલે આવનારા જન્મ દિવસે ગંગાજળ ભેટ કરવા માટે હરિદ્વારથી મુંબઈ સુધી 1587 કિલોમીટરની પગપાળા યાત્રા શરૂ કરી છે. હરિયાણાથી શરુ કરેલી તેમની પગપાળા યાત્રાના ભાગરૂપે તેઓ પંચમહાલ જીલ્લાના હાલોલ ખાતે આવી પહોચ્યા હતા.અને એક હોટલ ખાતે રાત્રી રોકાણ કર્યું હતુ હોટલના માલિક રજનીશ યાદવે તેમના માટે રહેવા અને જમવાની પણ વ્યવસ્થા કરી હતી.ક્રિકેટ જગતના ભગવાન ગણાતા સચિન તેંડુલકરનો આગામી 24 એપ્રિલે જન્મ દિવસ આવી રહ્યો છે.હરિયાણા રાજ્યના જસવીર સિંહ અમરગઢ ગામ તાલુકો નરવાણા જી- જિંદ ના રહેવાસી છે જસવીરસિંહ તેમના જબરા ચાહક છે.તેઓ ક્રિકેટ મેચ જોવાનો પણ શોખ ધરાવે છે. આ ફ્રેને સચિન તેંડુલકરને કંઈક અલગ રીતે જન્મદિવસની શુભકામના પાઠવાનું અને કંઈક અલગ ભેટ આપવાનું નક્કી કર્યું છે.જેમા ગંગાજળ ભેટ આપવાના છે.તેના ભાગરૂપે તેઓએ મુંબઈ સુધી પગપાળા યાત્રા આરંભી છે.યાત્રાના ભાગ રૂપે તેઓ ગુજરાતમાંથી પસાર થતા તેઓ પંચમહાલના હાલોલ ખાતે આવી પહોંચ્યા હતા.અને તેમને ત્યા રાત્રી રોકાણ કર્યું હતું જ્યારે વાત્સલ્યમ સમાચારના પ્રતિનિધિ કાદિર દાઢી સાથેની વાતચીતમાં જસવીર સિંહ જણાવે છે.11 માર્ચે હું ઘરેથી નીકળી પડયો પહેલા તો હરિદ્વાર ગયો ત્યા મે હર કી પૌડી ખાતે આરતી કરીને ગંગાજળ લીધુ.અને મુંબઈ આવા નીકળી પડયો. રસ્તામા મારો અનુભવ સારો રહ્યો છે. મને લોકો મદદ પણ કરે છે. થોડીક સમસ્યા આવે છે તેને હુ ભુલી જાવ છુ.કારણ કે મારે સચીનજીને મળવુ છે.મને વિશ્વાસ છે કે હું તેમના જન્મ દિવસની તારીખે હુ જરૂર પહોંચી જઈશ.નોંધનીય છે કે જસવીર સિંહ ખેતીવાડી કરે છે. અને સાથે સાથે મંજુરી કામ પણ કરે છે.જેમાં મંડીમાં તેઓ ટ્રકોમાં સામાન મુકવાનું મજુરી કામ કરે છે.અને પોતાનો જીવન નિવર્વાહ ચલાવે છે.છેલ્લે તેઓ વાત પૂરી કરતા જણાવે છે મને પૂર્ણ વિશ્વાસ છે સચિન તેંડુલકર મને મળશે.

Back to top button
error: Content is protected !!