કડી ખાતે ભગવાન શ્રી દ્વારકાધીશના નૂતન ધ્વજાં રોહણના દર્શન અને પૂજન કરવામાં આવ્યું.
કડી ખાતે ભગવાન શ્રી દ્વારકાધીશના નૂતન ધ્વજાં રોહણના દર્શન અને પૂજન કરવામાં આવ્યું.

કડી ખાતે ભગવાન શ્રી દ્વારકાધીશના નૂતન ધ્વજાં રોહણના દર્શન અને પૂજન કરવામાં આવ્યું.
કડીની ધન્યધરા પર પ્રજાપતિ કાંતિભાઈ ગણેશભાઈ ને ત્યાં પ.પુજ્ય સંતશ્રી ભરતપુરીજી ગુરૂશ્રી હીરાપુરીજી બાપુ, (જનસેવા આશ્રમ, મોટીચંદુર)ની પાવન નિશ્રામાં રામભાઈ ગણેશભાઈ થરાદરા પરિવારના બારોટ, બુકણા, વાવ-થરાદની ઉપસ્થિતિમા શ્રી બાવનગજની ધજાજી,રૂક્ષમણી માતાજીના ધજાજી,બેટદ્વારકા ધજાજી અને ભડકેશ્વર મહાદેવજી ધજાજીના દર્શન તથા શ્રી સત્યનારાયણ ભગવાનની કથાનું ભવ્ય આયોજન તા.૨૬/૦૭/૨૦૨૫ ને શનિવાર ના રોજ કરવામાં આવ્યું હતું.પરિવારે પૂજ્ય ભરતપુરી બાપુને શ્રી દ્વારકાધીશની છબી આપી ફુલહાર પહેરાવી ભેટપુજા કરેલ.શ્રી બાર પરગણા ગુર્જર પ્રજાપતિ વિકાસ મંડળ પાટણ ના પ્રમુખ રમેશભાઈ પ્રજાપતિ,શ્રી આઠ પરગણા ગુર્જર પ્રજાપતિ વઢીયાર યુવા સંગઠન થરાના પ્રમુખ ઉમેશભાઈ પ્રજાપતિ, કાંકરેજ પ્રેસ રિપોર્ટર નટુભાઈ પ્રજાપતિ,મહેશભાઈ ઊંઝિયા, દલસુખભાઈ પ્રજાપતિ,રઘુભાઈ પ્રજાપતિ,હીરાભાઈ પ્રજાપતિને ભરતપુરી બાપુના વરદ હસ્તે શ્રીદ્વારકાધીશ ની છબી આપી ખેસ ઓઢાડી સન્માન કર્યું હતું. ભરતપુરીબાપુએ આશીર્વાદ આપી સત્સંગ આપતાં કહ્યું હતું કે ર૭ નક્ષત્ર + ૯ ગ્રહ = ૧૦ દિગપાલ + ૪ દિશાઓ + ૧ સુર્ય + ૧ ચંદ્ર પર (બાવન) જે પ્રકૃતિના તત્વો ભગવાન દ્વારકાધીશના આધીન રહેલા છે.આથી ભગવાનના ભાવિક ભક્તો બાવનગજની ધજાજીનો મનોરથ સેવે છે.જેથી ફલશ્રૃતિ સ્વરૂપે ભગવાન દ્વારકાધીશ ભક્તની મનોકામના પૂર્ણ કરે છે.આ અવસરે ભુવાજી પ્રહલાદભાઈ પ્રજાપતિ અણદપુરા, શિક્ષક પરસોત્તમભાઈ પ્રજાપતિ, નિમિષભાઈ ઓઝા સહીત વિશાળ સંખ્યા માં પ્રજાપતિ સમાજ હાજર રહી સાંજે ભોજન પ્રસાદ લઈ સૌ છુટા પાડ્યા હતા.
નટવર કે. પ્રજાપતિ,થરા
મો. 99795 21530




