
શ્રી લેઉવા પટેલ સમાજ દ્રારા યોજાયો તેજસ્વી પ્રતિભા સન્માન સમારોહ.
શ્રી લેઉવા પટેલ સમાજ-જામનગર દ્વારા જ્ઞાતિના તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માનિત કરવા તેજસ્વી પ્રતિભા સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ સાથે શ્રી લેઉવા પટેલ સમાજ ખાતે તૈયાર થયેલ નવી વિંગનું લોકાર્પણ ખોડલધામ ટ્રસ્ટના ચેરમેનશ્રી નરેશભાઈ પટેલ, કેબિનેટમંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલ, રાજકોટના ધારાસભ્યશ્રી રમેશભાઈ ટીલાળા, પ્રમુખશ્રી મનસુખભાઈ રાબડીયા તથા ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે કરવામાં આવ્યું હતું.
ઉપસ્થિત મહાનુભાવો દ્વારા વિદ્યાર્થીઓને તેમના ઉજવળ ભવિષ્ય માટે શુભકામના પાઠવી હતી તથા તેમના સર્વાગી વિકાશ થકી સમાજ અને દેશના વિકાશમાં યોગદાન આપવા અનુરોધ કર્યો હતો.
આ સાથે ઉપસ્થિત જીલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુએ જણાવ્યુ હતુ કે જે સમાજમાં શિક્ષણનું સ્તર સારૂ હોય તે, સમાજ હંમેશા પ્રગતી કરે છે. તેમજ બાળકો જ આપણી સૌથી મોટી સંપતી છે. જેથી કરીને વાલીઓએ બાળકો સાથે સમય વિતાવવા અનુરોધ કર્યો હતો.
આ તકે પટેલ સમાજના પ્રમુખશ્રી મનસુખભાઈ રાબડીયાએ તમામ વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી હતી, અને મોબાઈલનો ઉપયોગ સમજદારીપૂર્વક કરવા અપીલ કરી હતી અભ્યાસની સાથે સાથે શારિરિક વિકાશ થાય તે માટે વિદ્યાર્થીઓએ રમત-ગમતમાં ભાગ લેવા જણાવ્યું હતું. આ તકે સમાજના વિકાશમાં તમામ શ્રેત્રે હર હંમેશ યોગદાન આપતા તમામ દાતાશ્રીઓનો પણ આભાર માન્યો હતો.
કાર્યક્રમમાં જીલ્લા ભાજપ પ્રમુખ ડો. વિનોદભાઈ ભંડેરી, જીલ્લા કોંગ્રેસ પ્રમુખ મનોજભાઈ કથીરીયા, માર્કેટીંગ યાર્ડના ચેરમેન મુકુંદભાઈ સભાયા, જીલ્લા સરકારી વકિલ જમનભાઈ ભંડેરી, ચેમ્બર પ્રમુખશ્રી રમણીકભાઈ અકબરી, જે.સી. વિરાણી, ડો. પી.બી. વસોયા, વીરજીભાઈ હીરપરા, કરશનભાઈ ટીંબડીયા, વસરામભાઈ ચોવટીયા, લવજીભાઈ વાદી, કૈલાશભાઈ રામોલીયા, કીશોરભાઈ સંઘાણી, રમેશભાઈ વેકરીયા, આશાબેન કાછડીયા ઉપરાંત કોર્પોરેટરશ્રીઓ અને જ્ઞાતિના અગ્રણીઓ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને પ્રોત્સાહીત કર્યા હતા.
ધોરણ ૧ થી ૧૨ ના વિદ્યાર્થીઓ માટે યોજાયેલ કાર્યક્રમમાં ૧૭૦૦ થી વધુ વિદ્યાર્થીઓને પુરસ્કાર આપવામાં આવ્યા હતા. તેમ સંસ્થાના મંત્રીની યાદી જણાવે છે





