
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી-માડવી કચ્છ.
માંડવી,તા-13 ફેબ્રુઆરી : કચ્છમાં 2 વર્ષ પહેલા જિલ્લા વિકાસ અધિકારી તરીકે આવેલા 2012ની બેંચના આઈ.એ. એસ. અધિકારી શ્રી શૈલેષ કે. પ્રજાપતિની મહેસાણાના કલેકટર તરીકે બદલી થતાં તેમના સ્થાને કચ્છમાં દાહોદથી બદલીથી આવેલા વર્ષ ૨૦૧૮ ની બેચના અધિકારી શ્રી ઉત્સવ ગૌતમ ( I. A.S. ) ને કચ્છ જિલ્લામાં જિલ્લા વિકાસ અધિકારી તરીકે નિમણૂંક મળતાં આજરોજ જિલ્લા પંચાયત ખાતે તેમનું શ્રી કચ્છ જિલ્લા પ્રાથમિક શિક્ષક સમાજ વતી કચ્છી શાલ અને મોમેન્ટો વડે અભિવાદન કરવામાં આવ્યું હતું. આ તકે સંગઠનના નયનસિંહ જાડેજા, હરિસિંહ જાડેજા, ધર્મેન્દ્રસિંહ જાડેજા, જટુભા રાઠોડ, યોગેશ જરદોશ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.



