સુરેન્દ્રનગર શહેરમાં નવો બનેલ ડામર રોડ ગણતરીના દિવસોમાં બેસી ગયો

તા.31/12/2025/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં મહાનગરપાલિકા દ્વારા રાતોરાત રોડ રસ્તાના કામો શરૂ કરવામાં આવ્યા છે જેમાં ડામર રોડ બનાવવામાં આવી રહ્યા છે પરંતુ નબળી કક્ષાના બનાવવામાં આવતા હોવાની ફરિયાદો વારંવાર મહાનગરપાલિકામાં શહેરીજનો દ્વારા કરવામાં આવી છે તે છતાં પણ કોઈ પણ પ્રકારની ક્વોલીટીમાં સુધારો કરવામાં આવી રહ્યો નથી અને કોન્ટ્રાક્ટરો દ્વારા પોતાની મનમાની મુજબ રોડ રસ્તાના કામો કરવામાં આવી રહ્યા છે જેને લઇને નબળી કક્ષાના કામો થતા હોવાનું સામે આવ્યું છે ત્યારે સુરેન્દ્રનગર શહેરના પાણીની ટાંકી પાસે જૈન ઉપાશ્રયની સામે થોડા સમય પહેલા જ રોડ રસ્તાના કામો પૂરા કરવામાં આવ્યા છે અને નવો ડામર રોડ બનાવવામાં આવ્યો છે જેના ઉપર કેટ આઈ સહિતની કામગીરી પણ મહાનગરપાલિકા દ્વારા પૂર્ણ કરવામાં આવી છે પરંતુ ગણતરીના દિવસોમાં જ આ રોડ ઉપર તીરાડો પડી ગઈ છે અને રોડ બેસી જવા પામ્યો છે નવા બનેલા રોડ રસ્તાની હાલત ખરાબ થઈ ગઈ છે જેને લઇને શહેરીજનોએ પણ મહાનગર પાલિકાની કામગીરી સામે સવાલો ઉભા કર્યા છે કોન્ટ્રાક્ટરો દ્વારા નબળી કક્ષાની કામગીરી કરવામાં આવતી હોવાનું સામે આવ્યું છે અને તેનો વધુ એક બોલતો પુરાવો સામે આવ્યો છે ત્યારે નબળી કક્ષાની કામગીરી કરનાર કોન્ટ્રાક્ટ એજન્સી સામે પગલાં ભરવામાં આવે તેવી પણ લોકોની માંગ ઉઠવા પામી છે.



