BHUJGUJARATKUTCH

નાડાપા સરકારી માધ્યમિક શાળાની નવનિર્મિત ઈમારતનું રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાના વરદ્ હસ્તે કરાયું લોકાર્પણ.

વિવિધ સરકારી યોજનાના લાભ થકી કચ્છમાં શિક્ષણ ક્ષેત્રે આવ્યો સકારાત્મક બદલાવ-રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગા.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ભુજ કચ્છ.

રાજ્યમંત્રી તથા ઉપસ્થિત મહાનુભાવો દ્વારા નાડાપા- હબાય રોડનું કરાયું ખાતમુહૂર્ત

ભુજ,તા-૧૬ જાન્યુઆરી : ભુજ તાલુકાના નાડાપા ગામની સરકારી માધ્યમિક શાળાની નવનિર્મિત ઈમારતનું લોકાર્પણ ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની પ્રેરક ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું. આ સાથે રાજ્યમંત્રી તથા ઉપસ્થિત મહાનુભાવો દ્વારા ૯૮૧ લાખના ખર્ચે રીસર્ફેસીંગ એન્ડ વાઈડનીંગ થનારા નાડાપા – હબાય રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે રાજ્યમંત્રી એ જણાવ્યું હતું કે, વડાપ્રધાન ના તથા મુખ્યમંત્રી ના નેતૃત્વ હેઠળ ગુજરાત સરકાર લોકોની સુખાકારી માટે શિક્ષણ, રોજગાર, આરોગ્યથી લઇને વિવિધ ક્ષેત્રે વિકાસના કાર્ય કરી રહી છે. વિકસિત ભારતની વિભાવનાને સાર્થક કરી નાગરિકોની જરૂરિયાતો સંતોષવા માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે ત્યારે વિકસિત ભારતના નિમાર્ણમાં ગ્રામજનોને સહયોગ આપવા રાજ્યમંત્રી એ અપીલ કરી હતી.નાડાપા પ્રાથમિક શાળાની સારા ગુણ મેળવી અવ્વલ આવેલી વિદ્યાર્થીનીની સરાહના કરી રાજ્યમંત્રી એ જણાવ્યું હતું કે, રાજ્યમાં અમલી કરેલી લાભકારી અનેકવિધ યોજનાના કારણે કચ્છના છેવાડાના ગામમાં શિક્ષણ ક્ષેત્રે સકારાત્મક બદલાવ જોવા મળી રહ્યાં છે. નાગરિકો માટે સંવેદનશીલ અને યુવાનોના ભાવિ માટે ચિંતત રાજ્ય સરકાર અદ્યતન ટેકનોલોજી આધારિત સ્માર્ટ ક્લાસરૂમ, કમ્પ્યૂટર લેબ, લાઈબ્રેરી, સ્માર્ટ બ્લેકબોર્ડ આધારિત શાળાઓ વિકસાવી રહી છે તેમ રાજ્ય મંત્રી એ ઉમેર્યું હતું.કાર્યક્રમમાં પ્રાસંગિક ઉદ્બોધન કરતાં સાંસદ વિનોદભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનથી કચ્છ અવિરત વિકાસ સાધી રહ્યું છે. રાજ્ય સરકાર અવિરત પ્રયાસોના કારણે રોડ રસ્તા, શિક્ષણ, આરોગ્ય સહિતની વિવિધ માળખાકીય સુવિધાઓ મળવાથી સરહદી જિલ્લો વિકસિત થઈ રહ્યો છે તેવું ઉમેરી સાંસદશ્રીએ નાડાપા હબાય રોડના રીસર્ફેસીંગ એન્ડ વાઈડનીંગ કાર્ય બાબતે સરકારની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ જનકસિંહ જાડેજા,તાલુકા પંચાયતના પ્રમુખ વિનોદભાઈ વરસાણી,જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેન મશરૂભાઈ રબારી,આગેવાન દેવજીભાઈ વરચંદ, નાડાપા સરપંચ ગીતાબેન ડાંગર, શાળાના આચાર્યશ્રી શીવુભા ભાટ્ટી તથા જિલ્લા પંચાયતના સભ્યશ્રીઓ અને તાલુકા પંચાયતના સભ્ય ઓ સહિત અન્ય ૧૫ ગામના સરપંચ ઓ તથા શિક્ષકગણ, વિદ્યાર્થીઓ તેમજ મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યાં હતાં.

Back to top button
error: Content is protected !!