વિકાસ સપ્તાહ ઉજવણી – ૨૦૨૫ અન્વયે જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના બાલાગામ ખાતે ધારાસભ્ય દેવાભાઈ માલમના અધ્યક્ષસ્થાને રાત્રિ ગ્રામસભા યોજાઈ હતી.વિકાસ સપ્તાહ ૨૦૨૫ અંતર્ગત કેશોદ તાલુકાના વિવિધ વિભાગોના રૂ.૨૪.૨૮ લાખના ૧૩ કામોનું ઈ ખાતમૂર્હત અને રૂ.૬૦.૬૯ લાખના ૩૫ કામોનું ઈ લોકાર્પણ કરવામાં આવ્યું હતું.આ અવસરે પ્રાકૃતિક ખેતી, પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓએ તેના પ્રતિભાવ પણ રજૂ કર્યા હતા. આ તકે મહાનુભાવો ના હસ્તે લાભાર્થીઓને સોલાર પાવર યુનિટ, નિરાધાર વૃદ્ધ સહાય, ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ સહાય ,ગંગાસ્વરૂપ આર્થિક સહાય સહિતની યોજનાઓના મંજૂરીપત્ર આપવામાં આવ્યા હતા. આ તકે ગ્રામજનોએ વિવિધ સરકારી યોજનાઓ વિષયક માહિતી પ્રાપ્ત કરી હતી. વિકાસ સપ્તાહની ઉજવણીમા ઉપસ્થિત મહાનુભાવો અને ગ્રામજનોએ “ભારત વિકાસ પ્રતિજ્ઞા” લીધી હતી. રાષ્ટ્રના સર્વાંગી વિકાસમાં યોગદાન આપવા ગ્રામજનો સંકલ્પબદ્ધ બન્યા હતા. કાર્યક્રમના અંતે વૃક્ષારોપણ કરવામાં આવ્યુ હતુ.આ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખ માલતીબેન ઓડેદરા ,તાલુકા પંચાયત કેશોદ સભ્ય હરિભાઈ સોલંકી, ન્યાય સમિતિના ચેરમેન વનીતાબેન રાઠોડ તાલુકા ભાજપ પ્રમુખ જયદીપસિંહ સોલંકી, તાલુકા વિકાસ અધિકારી ચૌહાણ નાયબ મામલતદાર શ્રી, આઈસીડીએસ સહિતના વિભાગમાંથી અધિકારીઓ, કર્મચારીઓ અને ગ્રામજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
૦૦૦૦૦
રિપોર્ટર :અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ