
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશભાઈ મહેશ્વરી – રાપર કચ્છ.
રાપર,તા-૨૩ જાન્યુઆરી : શાળા સલામતી સપ્તાહના ઉપક્રમે રાપર તાલુકાના કુડા જામપર ખાતે ભચાઉ ફાયર ટીમ અને રાપર ફાયર ટીમ દ્વારા મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મોકડ્રીલમાં શાળાના વિદ્યાર્થીઓને આગના અકસ્માતો દરમિયાન કેવી રીતે પ્રતિકાર કરવો તેની પ્રેક્ટીકલ સમજણ આપવામાં આવી હતી.વિદ્યાર્થીઓને આદર્શ રીતે ફાયર એક્સ્ટિંગ્યુસર કેવી રીતે વાપરવું તે શીખવવા સાથે કઈ પ્રકારની આગમાં કઈ રીતના ફાયર એક્સ્ટિંગ્યુસર ઉપયોગી થાય છે તે વિશે પણ વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ પ્રશિક્ષણનો હેતુ વિદ્યાર્થીઓમાં આપત્તિ સમયે ઝડપી અને અસરકારક પગલાં લેવા માટેના આત્મવિશ્વાસ અને જ્ઞાનનો વિકાસ કરવાનો તથા સલામતી પ્રત્યે જાગૃતતા, પ્રાથમિક સુરક્ષાના પગલાં માટેની તત્પરતા વધારવાનો હતો.






