GUJARATKUTCHMANDAVI

૯મી એપ્રિલ-૨૦૨૫ સુધી જોઈન્ટ એન્ટ્રસ એક્ઝામ (મેઇન) સેશન-૨ ની પરીક્ષા યોજાશે જાહેરનામું જારી કરાયું

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ  :- રમેશ મહેશ્વરી- માંડવી કચ્છ.

માંડવી, તા-07 એપ્રિલ  : રાષ્ટ્રીય પરીક્ષા એજન્સી દ્વારા જોઈન્ટ એક્ટ્રેસ એક્ઝામિનેશન તા.૦૯/૦૪/૨૦૨૫ સુધી યોજાનાર છે. આ પરીક્ષાઓ દરમિયાન પરીક્ષા કેન્દ્રના સ્થળ તથા તેની આજુબાજુના વિસ્તારમાં સલામતીની વ્યવસ્થા ગોઠવવા પ્રતિબંધાત્‍મક હુકમો જારી કરાયા છે.

જિલ્લામાં આ પરીક્ષા, પરીક્ષાર્થીઓ અસામાજિક તત્વોના ત્રાસ અને ભય વિના આપી શકે તથા પરીક્ષા સ્થળના સંચાલકશ્રીઓ અસામાજિક તત્વોના ત્રાસ અને ભય વિના જાહેર પરીક્ષાનું સંચાલન કરી શકે તેમજ પરીક્ષા સમય દરમિયાન જાહેર વ્યવસ્થા જળવાઈ રહે અને કોઈ અનિચ્છનીય બનાવ બનવા ન પામે તે હેતુથી તથા પરીક્ષા દરમિયાન ચોરીઓના દૂષણના કારણે તેજસ્વી પરીક્ષાર્થીઓના ભાવિ પર અસર ન પડે તે માટે કોપી રાઈટ/ડુપ્લીકેટ પ્રશ્નપત્રો કે તેના ઉત્તરો કોપીઈંગ મશીન દ્વારા ન થાય તથા પરીક્ષા ખંડમાં ન પહોંચે તે માટે પ્રતિબંધિત પગલાં લેવા જરૂરી છે.

જેથી ડી.પી.ચૌહાણ, અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ, કચ્છ-ભુજ, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ની કલમ-૧૬૩ અન્વયે ડિપાર્ટમેન્ટ ઓફ કોમ્પ્યુટર સાયન્સ, ક્રાંતિગુરૂ શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટી, યુનિવર્સિટી કેમ્પસ, મુન્દ્રા રોડ, ભુજ પરીક્ષા કેન્દ તથા બિલ્ડીંગોના ૨૦૦ મીટર ત્રિજ્યાના વિસ્તારમાં તા.૦૯/૦૪/૨૦૨૫ના રાત્રીના ૮ કલાક સુધી પ્રતિબંધ ફરમાવેલ છે.

પરીક્ષા કેન્દ્રોની આસપાસ ૨૦૦ મીટરની ત્રિજ્યાના વિસ્તારમાં કોઈ પણ માર્ગ ઉપર ચોકમાં કે ગલીમાં પાંચ કરતા વધારે લોકોએ એકઠા થવું નહીં, સરઘસો કાઢવા નહી તેમજ સૂત્રો પોકારવા નહીં. પરીક્ષા કેન્દ્રોની આસપાસના ૨૦૦ મીટરની ત્રિજ્યાના વિસ્તારમાં કોપીઈંગ મશીન દ્વારા કોપીઓ કરવાનો વ્યવસાય કરતા ધંધાર્થીઓ/કોપીઈંગ મશીન ધારકોએ તેઓના કોપીઈંગ મશીનો ચલાવવા નહીં કે કોઈપણ પત્રો, દસ્તાવેજો કે કાગળોની નકલો કરવી નહીં અને મશીનો બંધ રાખવા. પરીક્ષા કેન્દ્રો/બિલ્ડીંગોના મુખ્ય પ્રવેશ દ્વાર પાસે જ પોલીસ કર્મચારીએ ઉભા રહી જે પરીક્ષાર્થી પાસે પ્રવેશિકા(રસીદ) હોય તે ચકાસીને જ માત્ર પરીક્ષાર્થીને જ પ્રવેશ આપવાનો રહેશે. પરીક્ષામાં રોકાયેલા કેન્દ્રના સંપાદકશ્રીઓ, બિલ્ડીંગના કન્ડક્ટરશ્રી, ખંડ નિરીક્ષકો, વહીવટી સેવામાં જેઓને ફરજ સોંપવામાં આવે છે તે વોટરમેન, બેલમેન કે જેઓને આયોગ દ્વારા ઓળખપત્ર આપવામાં આવેલ છે તે તપાસીને જ પ્રવેશ આપવાનો રહેશે. પોલીસ કર્મચારીએ પરીક્ષા કેન્દ્ર/બિલ્ડીંગના મુખ્ય પ્રવેશદ્વાર પાસે જ ફરજ બજાવવાની રહેશે. વર્ગખંડમાં પ્રવેશ કરવાનો રહેશે નહી. પરીક્ષા કેન્દ્રોની આસપાસ ૨૦૦ મીટરની ત્રિજ્યાના વિસ્તારમાં કોઈ પણ માર્ગ ઉપર, ચોકમાં કે ગલીમાં કોઈ પણ વ્યક્તિએ વાયરલેસ ડીવાઈસીસ જેવા કે બ્લુ ટૂથ, પેન કેમેરા, મોબાઈલ કે ઈન્ટરનેટ સાથે કનેક્ટેડ ઉપકરણો કે અન્ય કોઈ પણ ઈલેક્ટ્રોનિક સાધનો લઈ જવા નહીં તથા મ્યુઝિક, સંગીત ઇત્યાદી જોરથી વગાડવું નહીં.

આ હુકમ પોતાના અંગત ઉપયોગ માટે કોપીઈંગ મશીનનો વપરાશ કરતી વ્યક્તિઓને તેમજ પોતાની ફરજની રૂએ કામ કરતી વ્યક્તિને એકત્રિત થવાની જોગવાઈ લાગુ પડશે નહીં. આ હુકમનો ભંગ કરનાર વ્યક્તિ ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમ-૨૨૩ મુજબ શિક્ષાને પાત્ર થશે.

 

Back to top button
error: Content is protected !!