WANKANER:વાંકાનેરની નવા કોઠારીયા પ્રાથમિક શાળામાં બાળસંસદ યોજાઈ

WANKANER:વાંકાનેરની નવા કોઠારીયા પ્રાથમિક શાળામાં બાળસંસદ યોજાઈ
આ બાળ સંસદ જાહેરનામા, ફોર્મ ભરવાની પ્રક્રિયા અને પ્રચાર પ્રક્રિયા તેમજ મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી.વાંકાનેર ની નવા કોઠારીયા પ્રાથમિક શાળામાં બાળસંસદની રચના કરવામાં આવી. ભણતરની સાથે બાળકોમાં લોકશાહીના મૂલ્યો, દેશદાઝ જાગે તે હેતુથી અને બાળકો સ્કૂલના નીતિ નિયમો અને શાળા વ્યવસ્થાપન અને વિકાસ તથા સુધારણામાં ભાગીદાર બને એ હેતુથી શાળા પંચાયતની ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું. જેમાં બાળ સંસદ જાહેરનામા, ફોર્મ ભરવાની પ્રક્રિયા અને પ્રચાર પ્રક્રિયા કાર્યક્રમ તથા આજરોજ તારીખ 30 ને શનિવારે મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી. જેમાંથી વિજેતા થનાર બાળકોને અલગ અલગ સમિતિ જેવી કે,શિક્ષણસમિતિ, રામહાટ સમિતિ, પાણીસમિતિ, મધ્યાહન ભોજન સમિતિ, વ્યવસ્થાપન સમિતિ, સફાઈસમિતિ તથા પુસ્તકાલય સમિતિ ના મંત્રી ની વિશેષ કામગીરી કરશે. આ કાર્યક્રમ સાચી ચૂંટણી ની જેમ જ બાળકોની ફોટોયાદી અને કક્કાવારી યાદી તથા મોબાઈલ વોટીંગ મશીન નો ઉપયોગ કરવામાં આવેલ. આ કાર્યક્રમને સફળ બનાવવા શાળા પરિવારના શિક્ષકો હિરેનભાઈ,ધર્મેશભાઈ, હેતલબેન તથા આચાર્ય અનિમેષભાઈએ ખૂબ મહેનત કરેલ. આ કાર્યક્રમનું સમગ્ર સંચાલન સામાજિક વિજ્ઞાનના શિક્ષક નરેન્દ્રભાઈ કુબાવતે કરેલ.
કાર્યક્રમના અંતે શાળા ના શિક્ષક હેતલબેન તરફથી બાળકોને પફ નો નાસ્તો કરાવવામાં આવ્યો.







