GUJARATJUNAGADHKESHOD

કેશોદ સ્વામિનારાયણ મંદિર દ્વારા શાકોત્સવની ઉજવણી કરવામાં આવી

કેશોદ સ્વામિનારાયણ મંદિર દ્વારા શાકોત્સવની ઉજવણી કરવામાં આવી

સ્વામિનારાયણ સંપ્રદાયમાં શાકોત્સવનું ખુબ જ મહત્વ છે. શાકોત્સવનું નામ પડે એટલે રિંગણાનું શાક આંખો સામે તરવરે, સંપ્રદાયમાં ગામડે-ગામડે અને મંદિરોમાં શાકોત્સવ ઉજવાય છે. શાકોત્સવની શરૂઆત ખુદ સ્વામિનારાયણ ભગવાન દ્વારા આશરે 219 વર્ષ પહેલાં લોયા ધામ ખાતે કરવામાં આવી હતી. આ ધાર્મિક પરંપરા હજુ પણ યથાવત છે સ્વામીમંદિરના પૂજારી ચંદુભાઈ ગોટેચા નાં જણાવ્યા મુજબ કેશોદમાં પણ શાકોત્સવ ની ઉજવણી કરવામાં આવી હતી કેશોદમાં જુના પ્લોટ માં આવેલ સ્વામિનારાયણ મંદિર ખાતે ભવ્ય શાક ઉત્સવ નું આયોજન કરવામાં આવેલું હતું આ શાક ઉત્સવમાં સૌપ્રથમ ભગવાનના ભજન કીર્તન અને ત્યારબાદ મહા આરતી આખા મંદિર નાં પૂજારી બીપીનભાઈ દ્વારા કરવામાં આવેલ. આ શાકોત્સવમાં મોટી સંખ્યામાં હરિભક્તોએ પ્રસાદ લીધો હતો આજ રીતે રાત્રે વેરાવળ રોડ પર આવેલ સ્વામિનારાયણ મંદિર દ્વારા શાક ઉત્સવનું આયોજન કરવામાં આવેલું હતું સૌપ્રથમ સંતો દ્વારા ધર્મસભાનું આયોજન કરવામાં આવેલો હતો ત્યારબાદ સંતો દ્વારા મહા આરતી કરવામાં આવી હતી ત્યારબાદ મોટી સંખ્યામાં હરિભક્તોએ પ્રસાદી લીધેલ

રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ

Back to top button
error: Content is protected !!