હાલોલના કોટામૈડા ગામે જિલ્લા LCB પોલીસે 71 લાખ ઉપરાંતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો
રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૧૩.૮.૨૦૨૫
ગોધરા એલસીબી પોલીસ ની ટીમે બાતમીના આધારે હાલોલ ના કોટામૈડા ગામે થી રૂપિયા 71 લાખ નો ભારતીય બનાવટ નો વિદેશી દારૂ નો જથ્થો અને રૂપિયા 5 લાખ ની કાર સહીત 76 લાખ નો મુદ્દામાલ કબ્જે લઇ એક આરોપી સામે પ્રોહિબિશન નો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.પોલીસ સૂત્રો દ્વવારા પ્રાપ્ત માહિતી મુજબ ગોધરા એલસીબી ના પીએસઆઇ આર.એન.પટેલ ને બાતમીદારથી બાતમી મળી હતી કે હાલોલ તાલુકાના કોટામૈડા ગામે રહેતો મોહબતસિંહ જસવંતસિંહ ચૌહાણ કોટામૈડા ગામે મંદિર ફળિયામાં આવેલ બે મકાનોમાં મોટા પ્રમાણ માં ભારતીય બનાવટનો વિદેશી દારૂ નો જથ્થો લાવી મંગાવી સંતાડી રાખી વાહન માં ભરી સગેવગે કરવાની પેરવીમાં છે.જે બાતમીના આધારે ગોધરા એલસીબી ટીમ એ હાલોલ ગ્રામ્ય પોલીસ ને સાથે રાખી બાતમી વાળી જગ્યા એ છાપો મારતા ઇનોવા કારમાં તેમજ બે મકાનોમાંથી જુદી જુદી બ્રાન્ડ નો ભારતીય બનાવટ નો વિદેશી દારૂના 25202 ક્વોટારીયા રૂપિયા 71,02,526/- નો જથ્થો મળી આવતા પોલીસે રૂપિયા 71,02,526/- નો દારૂ તેમજ રૂપિયા પાંચ લાખ ની ઇનોવા કાર મળી કુલ 76,02,526/- નો મુદ્દામાલ કબ્જે કરી મોહબતસિંહ જસવંતસિંહ ચૌહાણ રહે કોટામૈડા સામે પ્રોહિબિશન નો ગુનો નોંધી તપાસ હાથધરી છે.છેલ્લા ઘણા દિવસ થી પોલીસ ના હાથે હાલોલ તેમજ તાલુકામાંથી લાખ્ખો રૂપિયાનો વિદેશી દારૂ નો જથ્થો ઝડપાયો હોવા છતાં દારૂની હેરાફેરી કરતા લોકોમાં પોલીસ નો કોઈ ભય હોય તેમ લાગતું નથી.થોડા દિવસો માં પ્રોહિબિશન ના થયેલા કેસોમાં આરોપીઓ ઝડપાયા કે કેમ તે પોલીસ ને જ ખબર.