GUJARATVALSADVALSAD CITY / TALUKO

વલસાડ જિલ્લા ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી શાખાના નવા હોદ્દેદારોની કલેકટર ભવ્ય વર્મા દ્વારા શપથ વિધિ કાર્યક્રમ યોજાયો

વાત્સલ્યમ  સમાચાર
     મદન વૈષ્ણવ

જિલ્લાના સહકારી ક્ષેત્રના અગ્રણી જયંતીલાલ (અરવિંદભાઇ) ઉકાભાઈ પટેલની ચેરમેન તરીકે બિનહરીફ વરણી

વલસાડ: તા. ૨૩ એપ્રિલ,વલસાડ જિલ્લા ક્લેક્ટરશ્રી ભવ્ય વર્મા ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી (IRCS) વલસાડ જિલ્લા શાખાના પ્રમુખ હોવાથી તેમના દ્વારા નવ નિયુક્ત એક્ઝિક્યુટિવ કમિટીના મેમ્બરોની શપથવિધિનો કાર્યકમ જિલ્લા કલેકટર કચેરીના સભાખંડમાં યોજાયો હતો.

રેડ ક્રોસ એ સ્વૈચ્છિક માનવતાવાદી સંસ્થા છે જે સમગ્ર દેશમાં ૧૧૦૦થી વધુ શાખાઓનું નેટવર્ક ધરાવે છે, જેમાં ઇન્ડીયન રેડ ક્રોસ સોસાયટી- ગુજરાત રાજ્ય શાખાના માર્ગદર્શન હેઠળ રાજ્યમાં કુલ ૩૩ જિલ્લા શાખા કાર્યરત છે જેમાં વલસાડ જિલ્લા શાખા પણ સમાવિષ્ટ છે. ઇન્ડીયન રેડ ક્રોસ સોસાયટી- ગુજરાત રાજ્ય શાખાના ચેરમેન અજય પટેલના માર્ગદર્શન હેઠળ વિવિધ પ્રવત્તિઓ કાર્યરત છે જેમાં વલસાડ જિલ્લા શાખા પણ વર્ષ ૨૦૦૦ થી લોકસેવાના કાર્યો તથા આપત્તિ વ્યવસ્થાપન, પ્રાથમિક સારવાર, થેલેસેમિયા અને સિકલસેલ નિયંત્રણ, રકતદાન પ્રચાર પ્રસાર, નિક્ષય મિત્ર તરીકે ટીબીના દર્દીઓને પોષણ કીટ ફાળવણી જેવા વિવિધ લોકોપયોગી કાર્યો કરે છે.

ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી વલસાડ જિલ્લા શાખાના પદાધિકારીઓની ચૂંટણીનું પરિણામ ચુંટણી અધિકારી તરીકે નિમાયેલા ડો.મહેશ દેસાઈએ વિવિધ હોદ્દાઓ માટે ફક્ત એક જ ફોર્મ ભરાયું હોય બધાની બિનહરીફ વરણી થતા તેમના નામો જાહેર કર્યા હતા. જેમાં ચેરમેન તરીકે જયંતીલાલ (અરવિંદભાઇ) ઉકાભાઈ પટેલ, વાઈસ ચેરમેન મેહુલભાઈ એમ દેસાઇ, માનદ્ મંત્રીશ્રી ડો. યઝદી ઇટાલિયા, માનદ્ ખજાનતી હેતલ એ. દેસાઇ, માનદ સહમંત્રી ડો.વિશાલ મહેતા, એક્ઝિક્યુટીવ કમિટીના સભ્ય ભાવેશ કે. રાયચા, ડો. કમલ એ. પટેલ, પંકજ જે. પટેલ, દિપેશ પી. શાહનો સમાવેશ થાય છે.

જિલ્લા કલેક્ટરશ્રીની અધ્યક્ષતામાં મળેલી આ બેઠકમાં કલેકટરશ્રી દ્વારા ડૉ.ઉદયભાઈ દેસાઈની વાઇસ પ્રેસિડેંટ તરીકે નિયુક્તિ કરવામાં આવી હતી. તદુપરાંત ડૉ. આર. કે. દેસાઇ, ડૉ. ધર્મેશ આર. દેસાઇ તેમજ જલદીપ પટેલને એક્ઝિક્યુટિવ કમિટીના મેમ્બરો તરીકે સમાવિષ્ટ કરવાનો નિર્ણય લેવાયો હતો. આ પ્રસંગે કલેક્ટરશ્રીએ સંસ્થાની માહિતી મેળવી જિલ્લામાં સંસ્થાની કામગીરી વધુ લોકોપયોગી બને અને સંસ્થાના કાર્યમાં એમના સહકારની ખાત્રી આપી શુભેચ્છા પાઠવી હતી.

જિલ્લાના સહકારી ક્ષેત્રના અગ્રણી જયંતીલાલ (અરવિંદભાઇ) ઉકાભાઈ પટેલની ચેરમેન તરીકેની નિમણૂકને સૌએ વધાવી અભિનંદન પાઠવી રેડ ક્રોસ જિલ્લા શાખાના નવનિયુક્ત સૌ સભ્યોએ તેમના માર્ગદર્શન હેઠળ સંસ્થાની સેવાકીય પ્રવૃતિને વધુ વેગવાન બનાવવા ખાતરી આપી હતી.

Back to top button
error: Content is protected !!