CHOTILAGUJARATSURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKO

ચોટીલા પ્રાંત અધિકારી દ્વારા ત્રણ ગામોમાં તલાટીના દફતર તપાસણી કરાઈ હતી

તા.25/02/2026/
બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા નાયબ કલેકટર એચ.ટી.મકવાણે ચોટીલા તાલુકાના વડાલી, ડાકવડલા અને કુંભારા ગામની મુલાકાત લઇ તલાટી ક્રમ મંત્રીની દફતર તપાસણી કરી એપેન્ડીક્ષ- એ તથા સામાન્ય દફતર તપાસણી ફોર્મ ભરવામાં આવેલ તેમજ ત્યાંના લોકોના પ્રશ્નોને સાંભળી તે પ્રશ્નો ૫રત્વે સંબંઘિત અઘિકારીઓ કર્મચારીઓને તપાસ કરી રીપોર્ટ કરવા સુચના આ૫વામાં આવી હતી આ સાથે સાથે ગામના ખેડુતોને મળી પ્રાકૃતિક ખેતી કરવાની શું શું ફાયદાઓ થાય છે તે ખેતી કેવી રીતે કરવી જોઇએ અને તેનાથી કયા કયા ગંભીર રોગોથી બચી શકાય છે તે અંગે વિગતવાર માહિતગાર કરી વઘુને વઘુ ખેડુતો પ્રાકૃતિક ખેતી કરે તે અંગે ખેડુતોને સમજુત કરવામાં આવ્યા હતા જ્યારે ગામની દફતર તપાસણી દરમ્યાન મુખ્યત્વે ગામ નમુના નંબર ૧ ખેતીવારી પત્રક, ગામ નમુના નંબર ૮(ક) શિક્ષણ ઉ૫કર, ગામ નમુના નંબર ૯ રોજમેળ તથા ૫હોંચનું ૫ત્રક, ગામ નમુના નંબર ૧૦ ચલણ, ગામ નમુના નંબર ૧૪ જન્મ – મરણ રજીસ્ટર ગામ નમુના નંબર ૧૪(ડ) ઢોરોનું રજીસ્ટર, ગામ નમુના નંબર ૧૭ આવક – જાવક રજીસ્ટર, ગામ નમુના નંબર ૧૮ સરકયુલર ફાઇલ મુજબના રજીસ્ટરોની ચકાસણી કરવામાં આવી હતી આમ ગામની જમીન, ગામની વસ્તી, ઢોર, પિયતના પાણીના સાઘનો તથા અવાર નવાર થતા રોગચાળા, ૫હોચબુક, ગામના નકશા અંગે વિગેરે માહિતી રાખવામાં આવે છે કે કેમ ? તેમજ તલાટી ક્રમ મંત્રી ગામે નિયમિત જાય છે કે કેમ ? ડાયરી નિયમિત લખે છે કે કેમ? પંચાયતની સઘળી મિલકતની દેખરેખ રાખવામાં આવે છે કે કેમ ? વિગેરે મુદ્દાઓની ચકાસણી કરવામાં આવી હતી.

Back to top button
error: Content is protected !!