
યોગેશ કાનાબાર રાજુલા
રાજુલા શહેરમાં જુના સ્વામિનારાયણ મંદિર ખાત સાળંગપુર મંદિરની કૃતિ દર્શનાર્થે ખુલ્લી મુકવામાં આવી
રાજુલા શહેરમાં આવેલ જુના સ્વામિનારાયણ મંદિર નીચલી બજાર ખાતે જ્યાં દર વર્ષ વિવિધ કૃતિઓ બનાવવામાં આવતી હોય છે ત્યારે આ વર્ષે સાળંગપુર મંદિરની આબેહૂબ કૃતિ બનાવવામાં આવી અને જે કૃતિ આજે રાજુલા શહેરમાં ભારતીય જનતા પક્ષ ના અગ્રણીઓના હસ્તે ખુલ્લી મુકવામાં આવી ત્યારે આ પ્રસંગે વિવિધ સાધુ સંતો વેપારીઓ અગ્રણીઓ કાર્યકર્તાઓ સહિત અનેક લોકો હાજર રહ્યા જેમાં ખાસ કરીને ગઢડા સ્વામિનારાયણ મંદિરના ચેરમેન હરીજીવન દાસજી સ્વામી. તેમજ ગઢડા સ્વામિનારાયણ મંદિર વિશ્વજીવનદાસજી સ્વામી તેમજ ઢસા થી શાસ્ત્રી સ્વામી તેમજ ગઢડા થી વિપુલ ભગત સહિત ના સંતો એ હાજરી આપેલી ત્યારે રાજુલાના હરીનંદન સ્વામી તેમજ શ્રી સ્વામિનારાયણ મંદિર જુના કોઠારી સ્વામી શ્રી નારાયણ દાસજીની ની પ્રેરણા મુજબ રાજુલા સહજાનંદ ગ્રુપ દ્વારા શ્રી સાળંગપુર ધામનું પ્રદર્શન આજે ખુલ્લુ મુકવામાં આવ્યું ત્યારે આવેલા તમામ સાધુ સંતોએ આ સહજાનંદ ગ્રુપના પ્રમુખ સંદીપભાઈ ટાંક તથા ટ્રસ્ટી વલ્લભભાઈ પરમાર ધર્મેન્દ્રભાઈ પરમાર પ્રમોદભાઈ સોની સહિતના તમામ ગ્રુપના સભ્યોને અભિનંદન પાઠવેલા સાથે સાથે આજના આ દિવસે સ્વામિનારાયણ મંદિર રાજુલા ખાતે સંદીપભાઈ ટાંક ને ટ્રસ્ટી તરીકે જાહેર કરવામાં આવેલા તેમજ બે નાના નાના બાળકો પાર્થ યોગેશભાઈ મકવાણા તેમજ હેત યોગેશભાઈ મકવાણા આ બંને બાળકોને આ આવેલા તમામ સાધુ સંતોએ પણ શુભેચ્છાઓ પાઠવી અને સાથે સાથે આજના આ દિવસે જયેશભાઈ વલ્લભભાઈ પરમારનું જન્મદિવસ હોય ત્યારે સાધુ સંતોએ જયેશભાઈ ને પણ આશીર્વાદ આપેલા ત્યારે આ મંદિર ખાતે બનાવવામાં આવેલ સાળંગપુર ધામની કૃતિ જન્માષ્ટમી સુધી રાજુલા શહેર તેમજ આજુબાજુની ધર્મપ્રિય જનતા માટે ખુલ્લી મુકવામાં આવેલ છે જે દરરોજ સાંજના 5 થી 8 સુધી મંદિરના સમયે દર્શન કરી શકશે તો રાજુલા શહેરના આ સહજાનંદ ગ્રુપ દ્વારા ધર્મ પ્રિય જનતાને જાહેર નિમંત્રણ પાઠવવામાં આવે છે
આ પ્રસંગે ચેતનભાઇ શિયાળ વનરાજભાઈ વરુ વીરભદ્રભાઈ ડાભીયા જયદેવભાઈ ધાખડા અક્ષયભાઈ કૈલાશભાઈ વનરાજભાઈ કોટીલા રાજેન્દ્રભાઈ ધાખડા જયરાજભાઈ ધાખડા વિનુભાઈ શ્રીરામ રણજીતભાઈ ખાચર પાળીયાદ થી ખાસ હાજર રહેલા




