યાત્રાધામ અંબાજીમાં ફુટપાથ ઉપર હંગામી પ્લોટો પાડી તેની હરાજી ની પ્રક્રિયા હાથ ધરવામાં આવી
૫ ઓગસ્ટ જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
યાત્રાધામ અંબાજીમાં ભરાનાર ભાદરવી પુનમના મેળા દરમિયાન સ્થાનીક તેમજ બહારથી આવતા વેપારી ઓ મેળા દરમ્યાન ધંધો રોજગાર મેળવી શકે તે માટે તાલુકા પંચાયત તેમજ મંદિર ટ્રસ્ટ ના અધીક કલેકટર દ્વારા હાલમાં ફુટપાથ ઉપર હંગામી પ્લોટો પાડી તેની હરાજી ની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે જ્યાં લાખો ની સંખ્યામાં યાત્રિકો ઉમટી પાડવાના છે ત્યારે સ્થાનિક તેમજ બહારના વેપારીઓ આ મેળા માં વેપાર ધંધો કરી રોજગારી મેળવી શકે તે માટે સરકારી જમીન ઉપર મેળા પૂરતી દુકાનો માટે હંગામી પ્લોટ બનાવી હરાજી થી વિતરણ વ્યવસ્થા શરુ કરી છે અંબાજી વિસ્તાર ના 256 જેટલા વિવિધ માર્ગો ઉપર પ્લોટીંગ કરવામાં આવ્યું છે આ જાહેર હરાજી થકી વહીવટી તંત્ર ને 85 લાખ રૂપિયા ઉપરાંત ની આવક મેળવશે.,જોકે આ વખતે જીલ્લા વહીવટી તંત્ર નહી પણ અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ લેશે ને જે મેળવેલી આ તમામ રકમ અંબાજી આવતા યાત્રિકો ની સુખ સુવિધા માટે ખર્ચ કરવામાં આવશે આજે શરુ થયેલી હરાજી કુલ 3 દિવસ ચાલસે આજે આ હરાજી મોટી સંખ્યા માં વેપારીઓ ઉપસ્થિત રહી પ્લોટીંગ લેવા માટે ની હરાજી ની બોલી લગાવી હતી જોકે આ હંગામી પ્લોટ ધારકો એ મેળો પૂર્ણ થતા જગ્યા ખાલી કરવાની રહેશેતેમ જે.ડી રાવલ તાલુકા વિકાસ અધિકારી દાંતા એ જણાવ્યું હતું