અરવલ્લી
અહેવાલ : હિતેન્દ્ર પટેલ
મોડાસા :- ચાંદટેકરીના આશરે 10 પરિવાર ને ફરીથી પુન: વસવાટ કરાવવા જિલ્લા પોલીસ વડાનો હકારાત્મક અભિગમ પરિવારો એ આશા સાથે પોલીસ પ્રશાસનનો આભાર વ્યકત કર્યો
અરવલ્લી પોલીસ અધિક્ષક કચેરી ખાતે મુલતાની પરિવાર રજૂઆત કરવા પહોંચ્યો હતો જેમાં આગાઉ થયેલ મોતના પ્રકરણ ની જૂની અદાવત રાખી ચાંદટેકડી ના રહીશો ના ઘરે આરોપીઓ ગેરકાયદેસર પ્રવેશી ઘરફોડ લૂંટ આચારી ને માર મારી ને મુલતાની પરિવાર ના આશરે 10 પરિવારો ને કાઢી મુકવામાં આવતા સદર બનાવ ની મોડાસા ટાઉન પોલીસ સ્ટેશન આરોપી વિરુદ્ધ ગુનો દાખલ પણ કરવામાં આવ્યો હતો પરંતુ આ આરોપીઓ મુલતાની પરિવારો ને ચાંદટેકરી મુકામે આવેલ રહેઠાન ના મકાનો માં રહેવા દેતા ન હોઈ અને જાન થી મારી નાખવાની ધમકીઓ આપતા હોઈ જેને લઇ આશરે લાંબા સમય થી મુલતાની પરિવારો ઘર છોડીને અન્ય જગ્યા રહેતા હતા જેને લઇ પરિવારના લોકો પોતાના વસવાટ માં સ્થાઈ થઈ શકે તેને લઈ પોલીસ વડાને ને રજૂઆતો કરી હતી અને અને પોલીસ વડા ધ્વારા આ બાબતને ગંભીરતા સમજી તેવોને પુનઃ વસવાટ ની જવાબદારી લઈ તત્કાલિક ધોરણે ટાઉન પોલીસ સ્ટેશન ના પી આઇ ને તાત્કાલિક ધોરણે ફોન કરી સૂચન આપેલ અને મુલતાની પરિવારો એ અંતે પોલીસનો આશરો લઈ અને પુનઃ વસવાટ ની આશા રાખી હતી અને પોલીસ પ્રશાસન નો આભાર વ્યકત કર્યો હતો