GUJARATSURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKOWADHAWAN

સુરેન્દ્રનગર મહાનગરપાલિકા બગીચાઓમાં 3 કરોડના ખર્ચે બાળકો માટે રમત ગમતના સાધનો મૂકશે

ટાગોરબાગ, ધરમ તળાવ સહિતના બગીચાનો સમાવેશ

તા.12/08/2025/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર મનપા બન્યા બાદ લોકોને શહેર જેવી સુવિધા મળે તે માટે ખાસ કરીને બગીચાઓ નવા બનાવીને તેની પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે જેમાં ધરમ તળાવનું રિપેરીંગ કામ હાલ ચાલી રહ્યું છે આ બગીચામાં લોકો આનંદથી હરી ફરી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવશે તેવી જ રીતે ટાગોર બાગમાં પણ સુવિધાનો ખૂબ અભાવ છે તેમાં પણ બાળકોને રમવા માટેના સાધનોની હાલત ખૂબ ખરાબ છે વેકેશનમાં બાળકો માટે આ બગીચો ખૂબ મહત્વનો છે આ બગીચા સિવાય બીજી કોઇ જગ્યાએ શહેરની મધ્યમાં બગીચો આવ્યો નથી પરંતુ ખાસ કરીને લપસીયા, ચકરડી, હિંડોળા, ઝૂલા સાથે નાની નાની રાઇડ સહિતના સાધનો તૂટી ગયા છે તેના ઉપર બાળકને બેસાડવામાં પણ જોખમ બની જાય તેવી સ્થિતિ છે એજન્સી સાધનો ડિઝાઈન કરે ત્યારબાદ ટેન્ડરની પ્રક્રિયા કરાશે મનપાના કમિશનર નવનાથ ગવહાણેએ રૂ. 3 કરોડ શહેરના બગીચામાં બાળકોના રમવાના સાધનો માટેની ફાળવણી કરી છે આ રકમમાંથી હાલ જે જૂના સાધનો છે તેની જગ્યાએ નવા અને આધુનિક સાધનો ફીટ કરવામાં આવશે તેના માટે એજન્સીને કામ આપવામાં આવશે એજન્સી ડિઝાઇન તૈયાર કરીને બાળકો માટે કયા કયા સાધનો મૂકી શકાય તે નક્કી કરશે સાધનોની તમામ કામગીરી નક્કી થઇ ગયા બાદ ટેન્ડર સહિતની કામગીરી પૂર્ણ કરીને પછી બગીચામાં બાળકો માટેના સાધનો ફીટ કરવામાં આવશે.

Back to top button
error: Content is protected !!