
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ.
રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ-કચ્છ દ્વારા થયેલ ઠરાવને હર્ષભેર આવકાઆવકારાય
માંડવી,તા-17 એપ્રિલ : અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત દ્વારા સમગ્ર ગુજરાતના શિક્ષક કર્મચારીઓની લાગણી અને માંગણીની લેખિત અને મૌખિક અનેક રજૂઆતો અને કર્ણાવતી ખાતે યોજાયેલ રાજ્ય કારોબારીમાં અપાયેલ અલ્ટીમેટમ બાદ જૂની પેંશન યોજનામાં GPF સંદર્ભે ગુજરાત રાજ્ય સરકારે વિસ્તૃત નોટિફિકેશન બહાર પાડી મહત્વપૂર્ણ અને અપેક્ષિત નિર્ણય લીધો છે. રાજ્યના શિક્ષકો તથા કર્મચારીઓના હિતમાં રાજ્ય સરકાર દ્વારા જૂની પેંશન યોજના બાબતે વિસ્તૃત ઠરાવ જાહેર કરાયો છે, જે ખરેખર સરાહનીય છે. આ નિર્ણયનો અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ (ABRSM) ગુજરાત સહિત કચ્છ જિલ્લાના તમામ સંવર્ગો દ્વારા હર્ષાભિવ્યક્તિ કરવામાં આવે છે.આ પ્રસંગે ABRSM ગુજરાત દ્વારા રાજ્યના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, કેબિનેટ કક્ષાના શિક્ષણ મંત્રીશ્રી ડૉ. કુબેરભાઈ ડિંડોર તથા રાજ્ય કક્ષાના શિક્ષણ મંત્રીશ્રી પ્રફુલભાઈ પાનશેરિયા, નાણા સચિવ, વગેરે પ્રત્યે હૃદયથી આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે. મહાસંઘના જણાવ્યા અનુસાર, ગુજરાત સરકારનો આ નિર્ણય રાજ્યના હજારો શિક્ષકો અને કર્મચારીઓના ભવિષ્ય માટે આશાજનક અને સુરક્ષિત દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે.રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘે સરકારના આ નિર્ણયને શિક્ષકવર્ગના હિત માટે લીધેલું મક્કમ અને દૃઢ પગલું ગણાવ્યું છે. આ તકે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ- કચ્છના તમામ સંવર્ગો મહાસંઘ તેમજ સંવેદનશીલ ગુજરાત સરકારનો આભાર વ્યક્ત કરે છે, એવુ રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ-કચ્છ ગ્રાન્ટેડ માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક અધ્યક્ષ અલ્પેશભાઈ જાની ની યાદીમાં જણાવવામા આવેલ હતુ.





