GUJARATJUNAGADH

જૂનાગઢ મહાનગરપાલિકા,જિલ્લા કક્ષાની નવરાત્રી રાસ-ગરબા સ્પર્ધા યોજાઈ

જૂનાગઢ મહાનગરપાલિકા - જિલ્લા કક્ષાની નવરાત્રી રાસ-ગરબા સ્પર્ધા યોજાઈ

રમત-ગમત, યુવા અને સાંસ્કૃરતિક પ્રવૃતિઓ વિભાગ, ગાંધીનગર દ્વારા પ્રેરીત, કમિશનરશ્રી, યુવક સેવા અને સાંસ્કૃાતિક પ્રવૃતિઓની કચેરી, ગાંધીનગર દ્વારા આયોજીત તેમજ જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, જૂનાગઢ ગ્રામ્ય અને જૂનાગઢ શહેર દ્વારા સંચાલિત “જિલ્લાકક્ષા નવરાત્રી રાસ-ગરબા સ્પર્ધા” યોજાઈ હતી.આ સ્પર્ધામાં રાસ, પ્રાચીન ગરબા અને અર્વાચીન ગરબા ની કૃતિઓમાં જૂનાગઢ શહેર અને જૂનાગઢ ગ્રામ્યના ખૈલેયાએ બહોળી સંખ્યામાં ઉત્સાહથી આ સ્પર્ધામાં ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં જૂનાગઢ મહાનગર પાલિકાના ડેપ્યુટી મેયર શ્રી આકાશભાઈ કટારા,કોર્પોરેટરશ્રી પુંજાભાઈ સિસોદિયા, શ્રી યોગીભાઈ પઢીયાર,જિલ્લા શિક્ષણાધિકારીશ્રી લત્તાબેન ઉપાધ્યાય, જિલ્લા યુવા વિકાસ અધિકારી જૂનાગઢશ્રી નીતાબેન વાળા, જિલ્લા રમત વિકાસ અધિકારીશ્રી ભૂષણકુમાર,શ્રી નિલેશભાઇ સોનારા, સદસ્યશ્રી માધ્યમિક શિક્ષણ બોર્ડ ગુજરાત રાજય અને જૂનાગઢ શહેર વ્યાયામ મંડળ પ્રમુખશ્રી જીગ્નેશભાઇ ચાવડા ખૈલેયાઓને પ્રોત્સાહીત કરવા માટે ઉપસ્થીત રહ્યા હતા. આ સ્પર્ધાની પ્રથમ વિજેતા ટીમો રાજ્યકક્ષા નવરાત્રી રાસ-ગરબા સ્પર્ધામાં ભાગ લેવા જશે અને જૂનાગઢનું પ્રતિનીધિત્વ કરશે

રિપોર્ટર :- અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ

Back to top button
error: Content is protected !!