લખતર તાલુકાના વિઠ્ઠલગઢ ગામે ધારાસભ્યના અધ્યક્ષસ્થાને કાર્યક્રમ યોજાયો
વિવિધ યોજનાના લાભાર્થીઓને મહાનુભાવોના હસ્તે લાભોનું વિતરણ, વિકાસકામોનું લોકાર્પણ ખાતમુહુર્ત કરાયું.
તા.13/10/2025/
બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
વિવિધ યોજનાના લાભાર્થીઓને મહાનુભાવોના હસ્તે લાભોનું વિતરણ, વિકાસકામોનું લોકાર્પણ ખાતમુહુર્ત કરાયું, ગુજરાત સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં ‘વિકાસ સપ્તાહ – ૨૦૨૫’ની ઉજવણી કરવામાં આવી રહી છે જેનો ઉદ્દેશ્ય ગ્રામ્ય કક્ષાએ સરકારી યોજનાઓનો વ્યાપક પ્રચાર-પ્રસાર અને જનસંપર્ક સાધવાનો છે આ ઉજવણીના ભાગરૂપે સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકાના વિઠ્ઠલગઢ ગામે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ ધારાસભ્ય પી.કે. પરમારના અધ્યક્ષસ્થાને યોજાયો હતો સરકારની વિકાસ ગાથાને ગામેગામ પહોંચાડતા વિકાસ રથનું વડેખણ, ગાંગડ, ભાસ્કરપરા બાદ વિઠ્ઠલગઢ ગામમાં ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ગામના નાગરિકોએ રાજ્ય અને કેન્દ્ર સરકારના વિકાસકામોની ગાથા વર્ણવતી શોર્ટ ફિલ્મ નિહાળી હતી આ કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે વિવિધ યોજનાઓના ૧૨ જેટલા લાભાર્થીઓને લાભો વિતરિત કરવામાં આવ્યા હતા મહાનુભાવોના હસ્તે વિવિધ વિકાસકામોનું લોકાર્પણ ખાતમુહુર્ત પણ આ તકે કરવામાં આવ્યું હતું તદુપરાંત, વોકલ ફોર લોકલના સંકલ્પને મૂર્તિમંત કરવા અને સ્વદેશી ઉત્પાદનોના ઉપયોગને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્ય સાથે ઉપસ્થિત સર્વે મહાનુભાવો અને ગ્રામજનોએ આત્મનિર્ભર ભારતના નિર્માણ માટે ભારત વિકાસ પ્રતિજ્ઞા લીધી હતી આ કાર્યક્રમમાં તાલુકા પંચાયત પ્રમુખ વાસુદેવભાઇ અંબારીયા, જયેશભાઇ ભુત, ગંગારામભાઇ ઉપદળા, અજયસિંહ રાણા, રવિરાજસિંહ રાણા, વિઠ્ઠલગઢ સરપંચ દલસુખભાઇ ભાંભરીયા સહિતના પદાધિકારીઓ, તાલુકા વિકાસ અધિકારી શ્વેતાબેન ત્રિવેદી સહિતના અધિકારીઓ, કર્મચારીઓ, ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.