AHAVADANG

Dang:- આહવા નગરમાં જર્જરિત આંગણવાડીનાં પગલે દેશનું કુમળું ભાવિ વહીવટી તંત્રની બેદરકારીનો ભોગ બની રહ્યું છે…!

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-વાંસદા/ડાંગ

ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા ખાતે આવેલ જવાહર કોલોનીમાં  આંગણવાડી અત્યંત જર્જરિત હાલતમાં જોવા મળી રહી છે.જેના કારણે બાળકોને પાયાનુ શિક્ષણ પણ યોગ્ય રીતે નસીબ નથી થઈ રહ્યુ હોય તેવું સ્પષ્ટપણે જણાઇ રહ્યું છે.અહીં છેલ્લા એક  વર્ષથી બાળકો આંગણવાડી વિહોણા બન્યા છે.ત્યારે બાળકોએ લોકોના ઓટલા પર  બેસીને અભ્યાસ કરવો પડી રહ્યો છે.ત્યારે વહીવટી તંત્રના અધિકારીઓની બેદરકારી સ્પષ્ટપણે જોવા મળી રહી છે.૬ વર્ષથી નાની ઉંમરનાં બાળકોના શિક્ષણ અને પોષણ માટે કેન્દ્ર સરકારના સહયોગથી રાજ્યમાં આંગણવાડી કેન્દ્ર ચલાવવામાં આવે છે, સરકાર દર વર્ષે  બાળકોના વિકાસ માટે મસમોટું બજેટ બહાર પાડતી હોય છે તેમ છતાં રાજ્યમાં અનેક આંગણવાડી કેન્દ્રમાં દુર્દશા જોવા મળી રહી છે.અને બીજી બાજુ સરકાર કુપોષણ દૂર કર્યાના આંકડા ઊભા કરીને સબ સહી સલામત હોવાના દાવા કરી રહી છે. ત્યારે આંગણવાડીના અભાવને કારણે દેશનું કુમળું ભાવિ સરકારની બેદરકારીનો ભોગ બની રહ્યું છે.મળતી માહિતી મુજબ ડાંગ જિલ્લાનું મુખ્ય વહીવટી મથક આહવાના જવાહર કોલોનીમાં છેલ્લા એક વર્ષ થી આંગણવાડી મકાન જર્જરિત હાલતમા છે.ત્યારે  મકાન ખંડેર બની જતા નાના નાના ભૂલકાઓ ખાનગી ઘરનાં ઓટલા પર શિક્ષણ મેળવવા મજબુર બન્યા છે. જિલ્લાનું મુખ્ય મથક હોવા છતાં જિલ્લા વિકાસ અધિકારી સહીત કલેકટર ઓફિસ પણ અહીં જ આવી હોય તેમ છતાં આદિવાસી બાળકોને પાયાનું શિક્ષણ પણ યોગ્ય રીતે નસીબ નથી થઈ રહ્યું તે ઘણી શરમ જનક બાબત કહી શકાય એમ છે. બાળકો માટે અદ્યતન મકાન કે રમત ગમ  માટે મેદાનની વ્યવસ્થા પણ કરવામા આવેલ ન હોવાથી લોકોમાં રોષની લાગણી જોવા મળી રહી છે.સ્થાનિક નેતાઓ પણ માત્ર વોટ મેળવવા પૂરતા જ હોય જવાહર કોલોનીના બાળકોને આંગણવાડી જેવી પ્રાથમિક સુવિધાઓથી વંચિત રહેવું પડે તે કેવી કમ નસીબી  કહેવાય ?  ત્યારે  હાલ ખોબલે ખોબલે  મતો થી વિજેતા થયેલા નાયબ મુખ્ય દંડક એવા વિજયભાઈ પટેલ જિલ્લાનાં મુખ્ય મથકનાં જવાહર કોલોનીમાં જર્જરિત બનેલ આંગણવાડી મકાનને તોડી નવા મકાન બનાવવા યોગ્ય કાર્યવાહી હાથ ધરે તે જરૂરી છે.જોકે અહીં પ્રશ્ન એ થાય છે કે,શું આને વિકસિત દેશનું વિકસિત મોડલ ગુજરાતનું કથળી રહેલા ડાંગનું શિક્ષણને કહેવાય ? પાયાનું શિક્ષણ મેળવવા માટે મંજૂર થયેલું મકાનમાં પણ ભ્રષ્ટાચાર આચરતા હોય તો કેટલું યોગ્ય કહેવાય ? આવા અનેક સવાલ ઉઠવા પામ્યા છે. ત્યારે વહિવટી તંત્રની બેદરકારી અને ઢીલી નીતિના કારણે ભાવિ ભવિષ્યને પાયાનું શિક્ષણ પણ યોગ્ય રીતે નસીબ નથી થઈ રહ્યું. ત્યારે આવનાર સમયમાં આ આંગણવાડી ને લઈને કોઈ કાર્યવાહીના પગલાં લેવામાં આવશે કે નહીં તે તો જોવું જ રહ્યુ..

Back to top button
error: Content is protected !!