BAYADGUJARAT

બાયડ તાલુકાના જીતપુર થી વડાગામ જવાના 5.5 કિલોમીટર માર્ગ નું બાર કરોડના ખર્ચે નવીનીકરણનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું

કિરીટ પટેલ બાયડ

બાયડ વિધાનસભાના વિકાસના માર્ગે વધુ એક પગલું ઉમેરાયું, વડાગામથી જીતપુર સુધીના માર્ગના નવા નિર્માણ માટે રૂ. 12 કરોડના ખર્ચે 5.5 કિમી લાંબા માર્ગનું ખાતમુહૂર્ત ભવ્ય રીતે યોજાયું હતું.

આ ભવ્ય કાર્યક્રમ બાયડ માલપુર ધારાસભ્ય ધવલસિંહ ઝાલા હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું, જેના અંતર્ગત જૂના રસ્તાની જગ્યાએ એક ફૂટથી વધુ મેટલ ગાદી સાથે નવી ટેક્નોલોજીથી મજબૂત માર્ગ તૈયાર કરવામાં આવશે. અગાઉ ભારે વાહનોના કારણે તૂટી જતા રસ્તાના સ્થાને હવે લાંબાગાળે ટકી શકે એવું દ્રઢ માર્ગ નિર્માણ થશે.

આ પ્રસંગે જિલ્લા પંચાયત સભ્ય રમેશભાઈ પટેલ, પૂર્વ કિસાન મોરચા પ્રમુખ બીપીનભાઈ પટેલ, વજેપુરા ગામના સરપંચ દશરથસિંહ રાઠોડ, ડેપ્યુટી સરપંચ, તથા મોટી સંખ્યામાં ગ્રામજનોએ ઉત્સાહભેર હાજરી આપી.

વિશાળ ગામો અને વિસ્તારોને જોડતો આ માર્ગ ગ્રામ્ય વિસ્તારોના વિકાસ માટે મજબૂત પાયો પુરશે અને યાથાર્થ પરિવર્તન લાવશે.

Back to top button
error: Content is protected !!