GUJARATKUTCHNAKHATRANA

શ્રી સારસ્વતમ સંચાલિત પુંજાભાઈ આણંદજી હાઈસ્કૂલ, નિરોણા ખાતે આરોગ્ય જાગૃતિ કાર્યક્રમ યોજાયો.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – નખત્રાણા કચ્છ.

નખત્રાણા,તા-૦૬ માર્ચ : શ્રી સારસ્વતમ સંચાલિત પુંજાભાઈ આણંદજી હાઈસ્કૂલ, નિરોણા ખાતે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા આરોગ્ય જાગૃતિ કાર્યક્રમ યોજવામા આવેલ હતો. નિરોણા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા ધોરણ ૯ અને ૧૧ ના વિદ્યાર્થીઓ માટે વાહકજન્ય રોગો અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવેલ હતી.આ કાર્યક્રમમાં નિરોણા પીએચસીના MPH Supervisor શ્રી ઉમરભાઈ સુમરાએ મચ્છરજન્ય રોગો જેવા કે મલેરીયા, ડેન્ગ્યુ, ચીકનગુનિયા વગેરે વિશે વિસ્તૃત સમજણ આપી, વિદ્યાર્થીઓને મચ્છર ઉત્પન્ન થવાના સ્થળો અને તેમના નિકાલ માટે જરૂરી પગલાં અંગે માર્ગદર્શન આપેલ હતુ. સાથે સાથે, નિરોણા-૧ અને નિરોણા-૨ ના મલ્ટીપરપઝ હેલ્થ વર્કર શ્રી પ્રકાશભાઈ આહીર અને શ્રી કરમણભાઈ રબારી પણ કાર્યક્રમમાં જોડાયા હતા અને આરોગ્ય જાગૃતિ માટે ઉપયોગી માહિતી આપી. શાળાના શિક્ષક શ્રી અલ્પેશભાઈ જાનીએ આરોગ્ય ટીમનું ઉષ્માભેર અભિવાદન સહ શાબ્દિક સ્વાગત કરેલ હતુ. વરિષ્ઠ શિક્ષક શ્રી બાબુભાઈ પરમાર સાહેબે વિધાર્થીઓને આરોગ્ય વિષયક માર્ગદર્શન પૂરુ પાડવા બદલ સમગ્ર આરોગ્ય ટીમનો શાળા પરિવાર વતી આભાર વ્યક્ત કરેલ હતો. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાના તમામ શિક્ષક મિત્રોએ જહેમત ઉઠાવેલ હતી.

Back to top button
error: Content is protected !!