CHOTILAGUJARATSURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKO
ચોટીલાના રાજવી પરીવારના આંગણે શાહી લગ્ન યોજાયા હતા
પરમપરાગત રજવાડી પોશાકમાં સજ્જ થઈ વરરાજાનું ફુલેકુ ચોટીલા નગરમાં ફર્યું.

તા.25/01/2026/
બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર
પરમપરાગત રજવાડી પોશાકમાં સજ્જ થઈ વરરાજાનું ફુલેકુ ચોટીલા નગરમાં ફર્યું, સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલાના રાજવી પરીવારના દાદાબાપુ ખાચર પરીવારના જયવીરભાઈ ખાચરના દીકરા ધ્રુવરાજભાઈના રજવાડી ઠાઠમાઠ સાથે લગ્ન યોજાયા હતા રજવાડી લગ્નમાં વિશેષ સધરલેન્ડ UK થી 19 જેટલા વિદેશી પર્યટકો અને સૌરાષ્ટ્ર અને ગુજરાતમાંથી વાંકાનેર, રાજકોટ, જસદણ, લીંબડી સહિત રાજવી સ્ટેટો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આજે યોજાયેલા રાજવી લગ્નના ફૂલેકામાં ઘોડાગાડી, શણગારેલું બળદગાડું, ઉંટ, વિન્ટેજકારો સહિત અશ્વ સવારોના કરતબો અને વિદેશી મહેમાનો અને રાજકીય આગેવનો સહિત ખુબ મોટી સંખ્યામાં કાઠી ક્ષત્રિય સમાજના લોકો સાથેનું રજવાડી ફુલેકુ જોવા નગરજનો રસ્તા પર ઉમટી પડ્યા હતા.





