HALOLPANCHMAHAL
દેશ.વિદેશ:કેનેડાના સાસ્કાટુનમા ભારતીયો દ્વારા ગણેશ ઉત્સવની ધામધુમથી ઉજવણી કરાઈ

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૯.૯.૨૦૨૪
ગુજરાત સહિત દેશભરમા ગણેશ ચતુર્થીના તહેવારની ઉજવણી ધામધુમથી કરવામા આવી રહી છે.ગુજરાતમા ગામેગામ શહેર નગરોમા ગણપતિ ચતુર્થીના તહેવારની ધામધુમથી ઉજવણી કરવામા આવી રહી છે.જ્યારે ગણેશ ચતુર્થીના તહેવારની ઉજવણી ભારત સિવાય વિદેશોમા પણ ગણપતિની ઉજવણી કરવામા આવે છે.હાલમા ચાલી રહેલા ગણેશ મહોત્સવને લઈને કેનેડામા પણ ગણેશ મહોત્સવની ઉજવણી થઈ રહી છે.કેનેડાના સાસ્કાટુન ખાતે ભારતીયો જેમાં પંચમહાલ જિલ્લાના હાલોલ ગામના રહેવાસી અને હાલ કેનેડા ખાતે રહેતા પરિવારો દ્વારા ગણપતિની સ્થાપના કરવામા આવી છે.જેમા ભારતીયો દ્વારા ગણેશ સ્થાપના કરવામા આવી છે.ત્યા 10 દિવસ સુધી ગણેશ સ્થાપના કરવામા આવી છે.જ્યા દેશથી દુર ભારતીયો પણ ઉજવણી કરી રહ્યા છે.










