ARAVALLIGUJARATMODASA

અરવલ્લી જિલ્લામાં આગામી તા.૧૭ સપ્ટેમ્બરથી ૩૧ ઓક્ટોબર સુધી યોજાશે “સ્વચ્છતા હી સેવા” અભિયાન ——-

અરવલ્લી

અહેવાલ :હિતેન્દ્ર પટેલ

અરવલ્લી જિલ્લામાં આગામી તા.૧૭ સપ્ટેમ્બરથી ૩૧ ઓક્ટોબર સુધી યોજાશે “સ્વચ્છતા હી સેવા” અભિયાન

અરવલ્લી જિલ્લા કલેકટર પ્રશસ્તિ પારીકની અધ્યક્ષતામાં કાર્યક્રમના સુચારુ આયોજન અંગે બેઠક યોજાઈ

સમગ્ર રાજ્ય સહીત અરવલ્લી જિલ્લામાં પખવાડિયા સુધી દૈનિક ધોરણે સ્વચ્છતા કાર્યક્રમો ઉપરાંત વિશેષ સ્વચ્છતા ઝુંબેશમાં જાહેર પરિવહન હબ, રોડ-રસ્તા, પ્રવાસન અને ધાર્મિક સ્થળો. જળસ્ત્રોતો તથા બજારોની સાફ-સફાઈ કરાશે

મહાત્મા ગાંધીજીના સ્વચ્છ ભારતના સ્વપ્નને સાકાર કરવા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ રાષ્ટ્રવ્યાપી “સ્વચ્છ ભારત મિશન”નો પ્રારંભ કરાવ્યો છે. આગામી તા.૧૭ સપ્ટેમ્બરથી તા.૨ ઓક્ટોબર સુધીના પખવાડિયા દરમિયાન દેશભરમાં “સ્વચ્છોત્સવ”ની થીમ પર સ્વચ્છતાલક્ષી પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવશે.

અરવલ્લી જિલ્લામાં આ અભિયાન અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજવામાં આવશે. જેના સુચારુ આયોજનના ભાગરૂપે કલેકટર પ્રશસ્તિ પારીકના અધ્યક્ષ સ્થાને કલેકટર કચેરીના સભાખંડમાં બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં કલેકટર એ સ્વચ્છોત્સવને જનઆંદોલન બનાવવા માટે, નાગરિકોને સ્વચ્છતા પ્રત્યે જાગૃત કરવા તેમજ સ્વચ્છતા કર્મીઓના અમૂલ્ય કામને બિરદાવવા માટે વિવિધ કાર્યક્રમો-પ્રવૃત્તિઓનું આયોજન કરવા જણાવ્યું હતું.

ઉપરાંત સ્વચ્છતા અભિયાનની સાથે સાથે થીમ બેઈઝ સફાઈ અભિયાન કાર્યક્રમોનું આયોજન કરી વ્યાપક રીતે સ્વચ્છતા અભિયાનને સાકાર બનાવવા માટે જરૂરી સૂચનો કર્યા હતા. બેઠકમાં દરરોજ થીમના આધારે વિવિધ પ્રવૃતિઓ હાથ ધરવા અંગે ચર્ચા કરવામાં આવી હતી જેમાં બસ સ્ટેશન, રેલ્વે સ્ટેશન, રાજ્યના ધોરી માર્ગ અને રાષ્ટ્રીય ધોરી માર્ગ, પ્રવાસન સ્થળો, જળાશયો, બજારો, શાળા, કોલેજો, હોસ્પિટલની સઘન સાફ-સફાઈ હાથ ધરવામાં આવશે.આ ઉપરાંત સરકારી કચેરીઓમાં ભંગારનો નિકાલ, રેકર્ડ વર્ગીકરણ અને જૂના વાહનોની હરાજી જેવી પ્રવૃત્તિઓ પણ કરવામાં આવશે. ઉપરાંત સફાઈ કર્મચારીઓના આરોગ્ય તપાસ, સેવાઓનો લાભ જેવા કાર્યક્રમો પણ યોજાશે.સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત આયોજિત સ્વચ્છોત્સવ દરમિયાન સમગ્ર રાજ્યમાં જનભાગીદારીથી સાફ-સફાઈ કરવામાં આવશે અને મહાત્મા ગાંધીજીના સ્વચ્છ ભારતના સ્વપ્નને સાકાર કરવામાં પોતાનું યોગદાન આપીને ખરા અર્થમાં તેમને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવશે.

 

Back to top button
error: Content is protected !!