
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ.
માંડવી ,તા-૧૦ ફેબ્રુઆરી : “બેટી બચાઓ બેટી પઢાઓ” યોજનાના ૧૦ વર્ષ પૂર્ણ થયાની ઉજવણી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા ભુજ ખાતે વાલ્મીકી સોસાયટીની આંગણવાડીમાં “યોજનાકીય પ્રચાર-પ્રસાર” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં આંગણવાડીની કિશોરીઓ તેમજ મહિલાઓ હાજર રહી હતી. ડીસ્ટ્રીક્ટ હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વિમેન (DHEW)ની ટીમના સ્પેશીયલ ફાઇનાન્સીયલ ઇન લીટ્રેસી(SFL) પૂજાબેન પરમાર દ્વારા વિવિધ મહિલાલક્ષી યોજનાઓ જેમ કે, મહિલા સ્વાવલંબન યોજના, ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના તેમજ વ્હાલી દીકરી યોજના, ગંગા પુનઃ લગ્ન યોજના, બેટી બચાવો બેટી પઢાઓ યોજના વિશે અને કાયદાઓની માહિતી આપવામાં આવી હતી. PBSC સેન્ટરના પ્રીતીબેન વિગોરા દ્વારા પોલીસ સ્ટેશન બેઇઝ્ડ સપોર્ટ સેન્ટર(PBSC) અને સખી વન સ્ટોપ સેન્ટર(OSC) વિશેની વિગતવાર માહિતી આપવામાં આવી હતી.





