ગાંધીધામ તાલુકાની ગળપાદર કન્યા પ્રાથમિક શાળામાં ગૌરીવ્રત નિમિતે શાળાની બાલિકાનું પુજન કરવામાં આવ્યું.

વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ગાંધીધામ કચ્છ.
ગાંધીધામ,તા-૧૨ જુલાઈ : અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ આયોજિત ભારતીય પરંપરા જાળવવાની અને નારી શક્તિ પરંપરા જાળવવા માટે ગાંધીધામ તાલુકાની શ્રી ગળપાદર કન્યા પ્રાથમિક શાળામાં ગૌરીવ્રત નિમિતે શાળાની બાલિકાનું પુજન કરવામાં આવ્યું.જેમાં ભારતમાતા માં ભગવતીના ચરણોમાં વંદન કરી દીપ પ્રાગટ્ય કરી શાળાની બાલિકાને તિલક કરી તેમનું પુજન કાર્યક્રમ કરવામાં આવ્યો. જેમાં શાળાના શિક્ષિકા બેન શ્રી વંદનાબેન સથવારા દ્વારા નારી શક્તિ થી જ શાળાની બાલિકાને તિલક કરવામાં આવ્યું.ત્યાર બાદ અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ કચ્છ જિલ્લાના કાર્યકારી અધ્યક્ષ અને ગાંધીધામ તાલુકાના અધ્યક્ષ ભરતભાઈ ધરજીયા, મહામંત્રી રમેશભાઈ પ્રજાપતિ, તથા શાળાના અન્ય શિક્ષક ગુરૂજનો દ્વારા બાલિકાને તિલક કરવામાં આવ્યું. સાથે ગૌરી વ્રત રાખતી શાળાની બાલિકા દ્વારા પણ શાળાના શિક્ષક ગુરુજનોને તિલક કરી ગુરુજનોનો મહિમા જાળવી રાખ્યો હતો.



