કાલોલ તાલુકા ના વેજલપુર સર્વોદય વિકાસ ટ્રસ્ટ સંચાલિત જે સી એજ્યુકેશન દ્વારા વિજ્ઞાન મેળાનું આયોજન કરાયું.

તારીખ ૧૦/૧૧/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ તાલુકાના વેજલપુર ગામે સર્વોદય વિકાસ ટ્રસ્ટ વેજલપુર સંચાલિત જે સી એજ્યુકેશન દ્વારા વિજ્ઞાન મેળાનું આયોજન ગામની ખેડા ફળિયામાં આવેલ સર્વોદય લઘુમતી હાઈસ્કૂલ ખાતે કરવામાં આવ્યું હતું.આ વિજ્ઞાન મેળામાં જે સી એજ્યુકેશના વિદ્યાર્થીઓએ પ્રોજેક્ટ બનાવ્યા હતા જેમકે ગોબરગેસ, એર જી સી બી, એર કટર, જ્વાલામુખી, પવનચક્કી,ઘર,મહાત્મા ગાંધીજી નો ચરખો જેનાથી તેમને કાપડને પરફેક્ટ રીતે કરતા હતા, હેર ફ્રીજ, ધ્વજ સર્કલ, ઇન્ડિયા સર્કલ,એર કુલર, એ.ટી.એમ મશીન જેવા અનેક પ્રોજેક્ટ વિદ્યાર્થીઓએ બનાવ્યા હતા જેમાં ગોધરા થી કુરબાન જાગૃત ટ્રસ્ટ ના પ્રમુખ હનીફ મદારી,રૂહુલ અમીન મેદા,સલીમ બેલીમ,બિલકીસ બાનુ,બેલીમ સર્વોદય લઘુમતી સ્કૂલના વિદ્યાર્થીઓ અને માસ્તર યાકુબભાઇ,મો.ઈદરીસ, મો.લુકમાન, મો.હારૂન અબ્દુલ રહેમાન તેમજ સર્વોદય વિકાસ ટ્રસ્ટ પ્રમુખ સિદ્દીક ટપ,સાજીદ ગુંગલા,યોગેશ કાછીયા, ઈસ્માઈલ પાડવા,દત્તુ પંડિયા,આચાર્ય મીનાબેન સોલંકી,બીપીનભાઈ સોલંકી,જે સી એજ્યુકેશન ના સોહેલ જમાલ વિદ્યાર્થીઓ ગામના વડીલો ઉપસ્થિત ર હી પ્રોગ્રામને સફળ બનાવ્યો હતો.








