શ્રી વઢિયારી પ્રજાપતિ કૃષ્ણ ભજન મંડળ મહેસાણા દ્વારા દ્વિતીય તુલસી વિવાહ યોજાયો..
શ્રી વઢિયારી પ્રજાપતિ કૃષ્ણ ભજન મંડળ મહેસાણા દ્વારા દ્વિતીય તુલસી વિવાહ યોજાયો..

શ્રી વઢિયારી પ્રજાપતિ કૃષ્ણ ભજન મંડળ મહેસાણા દ્વારા દ્વિતીય તુલસી વિવાહ યોજાયો..
કારતક સુદ એકાદશી, દેવઉઠી એકાદશી ને રવિવારે મહેસાણા ખાતે કૃષ્ણ હોમ્સ સોસાયટીમા શ્રી વઢિયારી પ્રજાપતિ કૃષ્ણ ભજન મંડળ દ્વારા દ્વિતીય તુલસી વિવાહ યોજાયો હતો. પ્રજાપતિ મંજુલાબેન તેજાભાઈ ના સુપુત્ર ચિ.શ્રી કૃષ્ણ(શાલિગ્રામ ભગવાન)ના લગ્ન પ્રજાપતિ હર્ષાબેન ભરતભાઈની સુપુત્રી ચિ.તુલસી માતાજી સાથે કારતક સુદ-૧૧ ને રવિવાર તા.૦૨/૧૧/૨૦૨૫ ના રોજ સવારે ૧૧.૧૫ કલાકે યોજાયા હતા. ત્યારે તુલસીમાતાજીના મોસાળ થી મામી-મામા પુષ્પાબેન કિરીટભાઈ ઓઝા દ્વારા શ્રી વઢિયારી પ્રજાપતિ કૃષ્ણ ભજન મંડળના પ્રમુખ ભગવતીબેન તથા મંડળની બહેનો તેમજ પ્રજાપતિ સમાજના ગોપીબેન રાજુભાઈ, લીલાબેન દશરથભાઈ, જશીબેન હસમુખભાઈ,આશાબેન નિમિષભાઈ, ભાવિનીબેન ધર્મેન્દ્રભાઈ,દીપિકાબેન પ્રવીણભાઈ સહીત સાજન માજનની ઉપસ્થિતિમા રૂડું મામેરૂ ભરવામાં આવ્યું હતું.આ અવસરે શ્રી ઉત્તર ગુજરાત ગુર્જર પ્રજાપતિ સમાજ બાર પરગણા સુરતના પૂર્વપ્રમુખ ભીમજીભાઈ પ્રજાપતિ, વિમુબેન પ્રજાપતિ ગાંધીધામ, ગુણીબેન વાંસેસા તરફથી ભોજન પ્રસાદ આપવામાં આવ્યો હતો.
નટવર કે. પ્રજાપતિ, થરા
મો. 99795 21530





