પાવર પટ્ટીની અંતરિયાળ અને ગ્રામ્ય કક્ષાની સારસ્વતમ્ સંચાલિત હાઈસ્કૂલ, નિરોણાનુ ધોરણ 12 સામાન્ય પ્રવાહનું દ્વિતીય વર્ષે પણ પુન: 100% પરિણામ.

વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – નખત્રાણા કચ્છ.
નખત્રાણા,તા- ૦૭ મે : પંચ કલાઓના પાવરની સાથે શૈક્ષણિક ક્ષેત્રે ધો.12 ની વિધાર્થીની આહિર અલ્પા પુંજાભાઈ એ A1 ગ્રેડ મેળવી પાવરપટ્ટીનો શિક્ષણનો પાવર બતાવ્યો.ધોરણ 12 માં એક વિદ્યાર્થીની એ A1 ગ્રેડ અને ત્રણ વિધાર્થીનીઓએ A2 ગ્રેડ પ્રાપ્ત કરી શાળાનુ નામ રોશન કર્યુ.આ વર્ષ 2025 માં જાહેર થયેલ ધોરણ 12 સામાન્ય પ્રવાહનું સમગ્ર ગુજરાત બોર્ડનું પરિણામ 93.07%, કચ્છ જિલ્લાનુ 95.05%, નખત્રાણા કેન્દ્રનું પણ 95.05% અને એસ.એસ.પી.એ. હાઈસ્કૂલ, નિરોણાનું પરિણામ સતત બીજી વખત વખત 100% આવેલ છે. જેમા પ્રથમ ક્રમે A1 ગ્રેડ સાથે આહિર અલ્પા પુંજાભાઈ તેમજ A2 ગ્રેડ સોઢા હસ્મિતાબા, સોઢા દુર્ગાબા તેમજ પઠાણ હાજીયાણીબાઈ એ પ્રાપ્ત કરેલ હતો. જ્યારે અન્ય ૧૧ વિધાર્થીઓએ B1 ગ્રેડ પ્રાપ્ત કરેલ હતો.આ વર્ષે પણ HSC બોર્ડ સામાન્ય પ્રવાહમાં સારસ્વતમ સંચાલિત પુંજાભાઈ આણંદજી હાઇસ્કૂલ, નિરોણાનુ પરિણામ 100% આવતા ખૂબ જ ખૂશીનો માહોલ જોવા મળેલ હતો. આવા શ્રેષ્ઠ પરિણામ બદલ સંસ્થાના ટ્રસ્ટીશ્રીઓ, દાતાશ્રીઓ, સરપંચ શ્રી, ગામના અગ્રણીઓ તેમજ વાલીગણે વિધાર્થીઓ, શાળાના માર્ગદર્શક સુકાની એવા આચાર્ય શ્રી ડૉ વી.એમ. ચૌધરી સાહેબ તેમજ સમગ્ર શિક્ષણ સમર્પિત શાળા ટીમના ગુરુજનોને ખૂબ ખૂબ અભિનંદન સહ હાર્દિક શુભકામનાઓ પાઠવેલ હતી.









