મહીસાગર જિલ્લામાં નલ સે જલ યોજનામાં 123 કરોડના ભષ્ટ્રાચારી બનાવમાં પાઈપો નાં ૩૦૦થી વધુ નકલી ટેસ્ટિંગ રિપોર્ટનો ચોંકાવનારો ખુલાસો થતાં હડકંપ મચી જવા પામેલ છે.
રિપોર્ટર… અમીન કોઠારી _ મહીસાગર
આ નકલી બનાવટી ટેસટીગ રીપોર્ટ સંદર્ભ માં ફરીયાદ થવાની સંભાવના થી કૌભાંડીઓ માં ફફડાટ
રાજ્યમાં વડાપ્રધાન નરેનદૂભાઈ મોદીના ડ્રીમ પ્રોજેક્ટ નલ સે જલ યોજના” અંતર્ગત મહીસાગર જીલ્લામાં કુલ 620 ગામોમાં યુનીટ મેનેજર, વાસ્મો સ્ટાફ પાણી સમિતિઓ અને એજન્સીઓ દ્વારા એકબીજાના મેળાપીપણામાં રૂપિયા 123 કરોડનું ચોંકાવનારું મસમોટું મહા કૌભાડ પ્રકાશમાં આવતાં સમગ્ર દેશભરમાં ને ગુજરાત રાજ્ય માં ને સરકાર માં ખળભળાટ મચતા આ પ્રકરણ ચર્ચામાં છે. વાસમોના વર્તમાન યુનિટ મેનેજર દ્વારા સીઆઈડી ક્રાઇમમાં 12 કર્મચારીઓ સામે ફરિયાદ નોંધાવતાં હાલ તપાસ ચાલી રહી છે. આ કૌભાંડની તપાસમાં પાંચ એજન્સીઓ અને ચાર વાસ્મો નાકર્મચારીઓની સીઆઈડી એ ધરપકડ કરી જેલ ભેગા કરી દેવામાં આવ્યા છે. જેમ જેમ તપાસ આગળ વધી રહી છે તેમ તેમ એક પછી એક ખુલાસા થઈ રહ્યા છે ત્યારે સીઆઈડી તપાસમાં ગુજરાત સરકાર અને ભારત સરકારની સંસ્થાઓના ૩૦૦થી વધુ નકલી ટેસ્ટિંગ રિપોર્ટ રજૂ કરી નાણાં મેળવી લીધા હોવાનો પર્દાફાશ થતાં સરકાર માં ને રાજ્યમાં ભારે ચકચાર મચી જવા પામી છે. ને હાલ આ મુદ્દો ચર્ચામાં જોવા મળે છે.
જાણવા મળતી વિગતો મુજબ મહીસાગર જિલ્લાના નલ સે જલ યોજના નાં કૌભાંડની સીઆઈડી દ્વારા તપાસ ચાલી રહી છે જેમાં સંડોવાયેલા વાસમો નાં કર્મચારીઓ અને કામ કરનાર એજન્સીઓ નાં કૌભાંડીઓ હાલ ભૂગર્ભમાં ઉતરી ગયા છે. સીઆઈડી ક્રાઇમ વિવિધ ટીમો બનાવી તેઓના આશ્રય સ્થાનો પર તપાસ કરી રહી છે. સી આઈ ડી ક્રાઇમે અત્યાર સુધી ઝડપયેલા આરોપીઓની તપાસમાં એક પછી એક કોભાંડના નવા નવા પ્રકરણો ખૂલી રહ્યા છે જેની તપાસમાં નલસેજલ યોજના ની કામગીરી માં વપરાયેલી પાઇપોના ટેસ્ટિંગરિપોર્ટ અંગેનો ચોંકાવનારો ખુલાસો થવા પામેલ છે. કૌભાંડીઓએ ગુજરાત સરકાર અને ભારત સરકારની ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ રિસર્ચ એન્ડ ડેવલોપમેન્ટ એજન્સી ( ગિરડા) જેવી સંસ્થાઓના નકલી રિપોર્ટ બનાવી નાણાં સેરવી લીધા હોવાની જાણકારી બહાર આવી રહી છે. આ બાબતનું ગિરડાના વહીવટી અધિકારીએ સમર્થન આપતા આગામી સમયમાં કૌભાંડીઓ વિરુધ્ધ સરકારી એજન્સીઓના બોગસ બનાવટી રિપોર્ટ બનાવવા અંગેની વધુ કાયદેસરની ફરિયાદ દાખલ થાય તેવી સંભાવના જણાઈ રહી છે.
બોક્સ :
જોતાં જ કહી દીધું આ રિપોર્ટ ફેક છે….. વહીવટી અધિકારી,ગિરડા
મહીસાગર જિલ્લામાં વાસ્મો અને એજન્સીઓ દ્વારા ટેસ્ટિંગ રિપોર્ટ જે મુકવામાં આવ્યા છે તે ફેક છે એટલે કે ખોટા છે આ તપાસ સી આઈ ડી ક્રાઈમ કરી રહ્યું છે જ્યારે અમને સીઆઇડીએ રિપોર્ટ ચેક કરવા બોલાવ્યા હતા ત્યારે અમે જોતા જ કહી દીધું હતું કે આ રિપોર્ટ અમારા નથી અમારા કયુઆરકોડ પણ નથી અમે ગાંધીનગર CID ને આ અંગે જાણ કરી છે. આ બાબતે અમારા કમિશનર સાથે વાતચીત કરી છે આ અંગે જવાબદારો સામે ફરિયાદ કરવા અંગે આગામી સમયમાં નિર્ણય લઇશું આ રિપોર્ટ મા ખોટા અહેવાલ સહી સિક્કા કોમ્પ્યુટરમાં લોગો બનાવી તમામ રિપોર્ટ નકલી બનાવ્યા છે આ લોકોએ ખોટા રિપોર્ટ બનાવી GIRDA ના અધિકારીઓ કર્મચારીઓના સાચા નામ સામે ખોટા સહી સિક્કા કર્યા છે. સરકારી રૂપિયા કઢાવવા ખોટા રિપોર્ટ ટ્રેજરીમાં રજૂ કર્યા હતા આ જોતાં અન્ય જિલ્લામા પણ આવી તપાસ સી આઈ ડી કરે તો ત્યાં પણ આવા ખોટા ટેસ્ટિંગ રિપોર્ટ કદાચ બહાર આવી શકે છે.
– આશુતોષ વ્યાસ, વહીવટી અધિકારી, GIRDA
ગિરડાની નકલી રસીદો બનાવી નકલી ટેસ્ટિંગ રિપોર્ટનો ચાર્જ કોણે વસૂલ્યો ?
ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ રિસર્ચ એન્ડ ડેવલોપમેન્ટ એજન્સી (ગિરડા) એ ગુજરાત સરકાર અને ભારત સરકારનું ઓર્ગેનાઇઝેશન છે જેના દ્વારા નલ સે જલ યોજનામાં પાઇપોના વિવિધ પ્રકારના સરકારી ધારાધોરણ મુજબના ટેસ્ટિંગ કરવામાં આવે છે અને તેના ટેસ્ટ રિપોર્ટ રજૂ થયા પછી જે તે એજન્સીને નાણાં ચૂકવવામાં આવે છે. મહીસાગર જિલ્લાના નલ સે જલ યોજના નાં કૌભાંડમાં નકલી ટેસ્ટ રિપોર્ટનો ચાર્જ પેટે નકલી રસીદો બનાવી નાણાં લેવામાં આવ્યા છે ત્યારે આ નકલી રસીદો કોને કેવી રીતે બનાવી નકલી ટેસ્ટિંગ રિપોર્ટનો ચાર્જ કોણે વસૂલ્યો તે પ્રશ્ર્ન તપાસ નો વિષય બન્યો છે.
નલસેજલ યોજના ની કામગીરી માં વાપરવા ની પાઈપો નાં ટેસટીગ અંગે નાં
નકલી રિપોર્ટ બનાવનાર ભેજાબાજોની ત્રિપુટી ઓઝડપાય તો આ બનાવમાં વધુ ચોંકાવનારા ખુલાસાઓ બાહર આવે તેવી શકયતા ઓ જોવાં મળે છે.
નલ સે જલમાં ગેરરીતિ આચરવા સરકારી એજન્સીઓના નકલી ટેસ્ટિંગ રિપોર્ટ બનાવનાર ભેજાબાજોની ટોળકી દ્વારા એક જ પ્રકારની મોડસ ઓપરેન્ડી વાપરી આબેહૂબ અસલી જેવો રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યા છે જેમાં મોર્ફ કરેલા સિમ્બોલ, નકલી સિક્કાઓ અને અધિકારીઓનાં સાચા નામ લખી નકલી સહીઓ કરી હોવાનું વહીવટી અધિકારીની વાતચીતમાં સામે આવ્યું છે. જો આ ભેજાબાજો ઝડપાય તો તેમણે મહીસાગર જિલ્લા ઉપરાંત રાજ્ય નાં અન્ય જિલ્લાઓમાં પણ આવા નકલી રિપોર્ટ બનાવ્યા છે કે કેમ તે અંગે ખુલાસા થઈ શકે તેમ છે.
રાજ્ય સરકાર ને પાણી પુરવઠા વિભાગ ને સીઆઈડી દ્વારા આ ગુનામાં ઉંડાણ પુર્વક ઝીણવટભરી તપાસ કરે ને દુધનું દુધ અને પાણી નું પાણી શોધી ને આ કૌભાંડ આચરનારા ભેજાબાજ કૌભાંડીઓ સામે ત્વરીત કાયદેસરની કાર્યવાહી કરીને ગુનો દાખલ કરાવે તે જરૂરી છે.