ચોટીલાના ખાટડી ગામની સીમમાંથી SMC ટીમે દેશી દારૂ સહિત 4 શખ્શને દબોચી લીધા
રોકડા રૂ.31,700 તથા દેશી દારૂ લીટર 2515, તથા દેશી દારૂ ધોવાનો જથ્થો લીટર 18,400 તથા ગોળ 1800 કીલો, મોબાઇલ નંગ 4 તથા વાહનો એમ કુલ મળીને રૂ.24,06,600 નો મુદ્દામાલ જપ્ત કર્યો.

તા.21/08/2025/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
રોકડા રૂ.31,700 તથા દેશી દારૂ લીટર 2515, તથા દેશી દારૂ ધોવાનો જથ્થો લીટર 18,400 તથા ગોળ 1800 કીલો, મોબાઇલ નંગ 4 તથા વાહનો એમ કુલ મળીને રૂ.24,06,600 નો મુદ્દામાલ જપ્ત કર્યો. સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકાના ખાટડી ગામ ખાતે રાત્રિના એસએમસી દ્વારા દારૂની ભઠ્ઠી ઉપર દરોડા પાડવામાં આવ્યા છે અને ચોટીલા પોલીસ ફરીવાર ઊંધતી ઝડપાઈ હોવાનું સામે આવ્યું છે અને એસએમસીના દરોડા બાદ ચોટીલા પોલીસ સામે પણ કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેવું હાલમાં લોકોમાં જાણવા મળી રહ્યું છે ત્યારે એસએમસીના પીએસઆઇ જે.એચ. સિસોદિયા અને તેમની ટીમ દ્વારા સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકાના ખાટડી ગામ ખાતે એક ખેતરમાં બનાવવામાં આવતો દેશી દારૂ અને તેને ટેલર દ્વારા સપ્લાય પણ કરવામાં આવતું હોવાનું સામે આવ્યું છે અને આ ભઠ્ઠી ઉપર મોટો દરોડો પાડવામાં આવ્યો છે આરોપી ભાનુભાઈ બહાદુરભાઈ ગોવાળિયા પર છેલ્લા 15 ગુના છે તેમાંથી 12 ગુના પ્રોહિબિશન એક્ટ હેઠળ નોંધાયેલા છે આરોપીઓ પાસેથી કબ્જે કરાયેલ દેશી દારૂ 2515 લિટર કિં.રૂ 5,03,000 તથા દેશી દારૂ ધોવાનો જથ્થો 18,400 લિટર કિં.રૂ 4,60,000 તથા ગોળ 1800 કિલો કિં.રૂ. 18,000 મોબાઇલ નં 4 કિં.રૂ. 16,000 ફાયરવુડ 600 કિગ્રા કિં.રૂ. 900 વાહન 7 મૂલ્ય રૂ.13,75,000 અને રોકડ રૂ.31,700 એમ કુલ મળીને રૂ. 24,06,600 ના મુદ્દામાલ સાથે આરોપીઓને PS 04ને સોંપવામાં આવ્યા આવ્યા છે જ્યારે સુરેન્દ્રનગર શહેરની પોલીસ તેમજ નવા આવેલા ડીએસપી સહિતના અધિકારીઓને ફરીવાર એસએમસી દ્વારા દરોડા પાડી અને તેમની કામગીરી સામે અનેક સવાલો હાલમાં ઉત્પન્ન થયા છે ત્યારે હજુ નવા એસપી ચાર્ટ સંભાળે તે પહેલા જ ફાયરિંગની ઘટના સામે આવી અને ફરીવાર દારૂ પણ ઝડપાયો હોવાનું સામે આવ્યું છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં દારૂનું મોટામાં મોટું હબ હોય તેવું પણ હાલમાં લોકોમાં ચર્ચા રહ્યું છે ત્યારે મોટી માત્રામાં દેશી દારૂ ઝડપાય ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં દારૂની રેલમછેલ હોવાનું પણ સુરેન્દ્રનગર જિલ્લામાં લોકો ચર્ચા રહ્યા છે હાલમાં એસએમસીએ દરોડા પાડી અને ચોટીલા પોલીસને તપાસ સોંપવામાં આવી છે પરંતુ હાલમાં જ્યારે જ્યારે દરોડા પાડે છે ત્યારે અધિકારીઓ દ્વારા પીઆઈ અને પીએસઆઇ અને તેમના સ્ટાફ સામે કાર્યવાહી કરવામાં આવે છે ત્યારે ફરીવાર એસએમસીના દરોડા બાદ ચોટીલામાં પોલીસ તંત્રમાં નવા જૂનીના એંધાણ પણ વર્તાય તેવું હાલમાં ખાનગી રહે જાણવા મળી રહ્યું છે.




