કાલોલ શહેર સહિત તાલુકામાં ઇદુલફીત્રની વિશેષ નમાઝ ને લઈ ઈદગાહ તેમજ મસ્જીદોમાં જંગી મેદની ઉમટી.
તારીખ ૩૧/૦૩/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
મુસ્લિમ સંપ્રદાયના અતિ પવિત્ર રમઝાન માસની પૂર્ણાહુતિ બાદ એક અતિ મહત્વનો દિવસ આવે છે જે ઈદ-દુલ-ફિત્ર તરીકે ઓળખ પ્રસ્થાપિત છે તે રમઝાન પર્વ શાંતિ અને ઉત્સાહપૂર્ણ સંપન્ન થયા બાદ ઈસ્લામી માસ શવ્વાલના પ્રથમ દિવસે ઈદુલફીત્રની મુસ્લિમ સંપ્રદાય ના લોકો દ્વારા મનાવવામાં આવે છે આજરોજ સોમવારે કાલોલ શહેર સ્થિત નુરાની કબ્રસ્તાન ઈદગાહ ખાતે તેમજ રબ્બાની મસ્જીદ અને મોહંમદી મસ્જીદ સહિત તાલુકાના ગ્રામીણ વિસ્તાર વેજલપુર,બોરૂ, મલાવ અને એરાલમાં ખુબ જ શાનદાર રીતે ઉજવણી કરાઈ હતી.ઈદુલફીત્ર પ્રસંગે કાલોલ નગરની નુરાની ઈદગાહમાં કાલોલ જુમ્મા મસ્જીદના ખતીબો-ઈમામ મોલાના સીબતૈનરઝા અશરફી દ્વારા વિશેષ મહત્વ ધરાવતી ઈદુલફીત્રના મહિમા વિશે ચોટદાર પ્રકાશ પાડતું બયાન કર્યુ હતુ. વાયઝના સમાપન બાદ નમાઝ જુમ્મા મસ્જીદના ઈમામ સાહેબે પઢાવી સલામ પછી સમગ્ર ભારત દેશ સહિત વિશ્વભરમાં અમન-ચેન-સુકુન અને શાંતિ બની રહે તેવી દુવા ગુજારી એક બીજાને ગળે મળી ઈદ ની મુબારક પાઠવી કાર્યક્રમનું સમાપન કરાયું હતું કાલોલ પંથકના મુસ્લિમ સંપ્રદાયના લોકોએ ઈદ ની વિશેષ નવાફિલ નમાઝ વિવિધ મસ્જિદો તેમજ ઈદગાહ ખાતે મોટી સખ્યામાં રોકાઈને બંદગી કરી પોતાના રબને રાજી કરવાના પ્રયાસો કર્યા હતા.રમઝાન ઈદના પાવન પર્વ ને અનુલક્ષીને નગરના વિવિધ સંવેદનશીલ જગ્યા ઉપર કાલોલ પોલીસ સ્ટેશનના પીઆઇ આરડી ભરવાડ દ્વારા કડક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.